ફરી ધરતી ધ્રુજી, ઉત્તર ભારતમાં 5.4 તિવ્રતાનો ભૂકંપ

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 5.4 માપવામાં આવી છે. આનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં ઉત્તરી અક્ષાંશથી 33.5 ડિગ્રી અને પૂર્વ રેખાંશથી 75.5 ડિગ્રીના કોણ પર નોંથવામાં આવ્યું છે.
શ્રીનગર સ્થિત ભારતીય હવામાન વિભાગના નિર્દેશક સોનમ લોટસે જણાવ્યું કે ગયા ત્રણ મહિનાથી આ વિસ્તારમાં હળવા અને મધ્યમ તિવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાઇ રહ્યા છે. વિશેષજ્ઞ આની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
પંજાબ, ચંદીગઢ અને હરિયાણાના કેટલાંક ભાગોમાં પણ આજે ભૂકંપના હળવા ઝટકાઓ અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. આ દરમિયાન કોઇપણ સ્થાને જાનમાલના નુકસાનના સમાચાર મળ્યા નથી. ભૂકંપ વિજ્ઞાન વિભાગના અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ડોડામાં હતું.












Click it and Unblock the Notifications
