કેન્દ્ર 'બિગ બ્રધર' જેવું વલણ અપનાવે છે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 19 જૂન: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આયોજન પંચ વચ્ચે મંગળવારે વાર્ષિક આયોજન પંચની બેઠકમાં નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના સંઘીય માળખાને નકારી કાઢતાં 'બિગ બ્રધર'નું વલણ અપનાવાનો આરોપ લગાવ્યો હતો જેથી બેઠક દરમિયાન મડાગાંઠ સર્જાઇ હતી.
બે કલાક સુધી બેઠકમાં આયોજને નરેન્દ્ર મોદીના દાવાઓને નકારી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો કે ગુજરાતમાં બધુ બરોબર છે. નરેન્દ્ર મોદીને કહેવામાં આવ્યું હતું કે ગુજરાત સામાજિક વિકાસના મુદ્દે રાજ્ય ઘણુ પાછળ છે. આયોજન પંચના ઉપાધ્યક્ષ મોંટેક સિંહે અહલૂવાલિયાની સાથે બેઠકમાં નરેન્દ્ર મોદીને કેન્દ્રના વિરૂદ્ધ કેટલાક મુદ્દા ઉઠાવતાં ફરિયાદ નોંધાવી હતી. બેઠકમાં ગુજરાત માટે 59 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે.
નરેન્દ્ર મોદીએ આ સંદર્ભે ગેસના ભાવ, સરદાર સરોવર યોજનાની ઉંચાઇ વધારવા અને બંધ પર દરવાજા લગાવવાનો હવાલો આપ્યો હતો. નરેન્દ્ર મોદીએ પ્રક્રિયાને હટાવીને પોતાના દાવાના સમર્થનમાં સાત મિનિટનો એક વિડિયો રજૂ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં સંઘીય માળખા છતાં ગુજરાતને તેનો ભાગ આપવાનો આવતો નથી. નરેન્દ્ર મોદીએ પોતાના પ્રસ્તૃતિકરણમાં આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રએ રાજ્યો પ્રત્યે 'બિગ બ્રધર'નું વલણ અપનાવ્યું છે.

તેમને કહ્યું હતું કે કેન્દ્ર એવી યોજનાઓ બનાવે છે જે રાજ્યોની નાણાંકીય જવાબદારી વધારી દે છે. તેમને જણાવ્યું શિક્ષાના અધિકારના કાયદાનો ઉલ્લેખ કરતાં અને રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન જેવા કાર્યક્રમોમાં પરિવર્તનનો હવાલો આપ્યો હતો.
નરેન્દ્ર મોદીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે પ્રાયોજિત યોજનાઓના અમલમાં સુગમતા અપનાવવામાં આવે અને વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતાવાળી યોજના આયોજન પંચ રાજ્ય તથા કેન્દ્ર વચ્ચે મધ્યસ્થ તરીકે કામ કરે. તેમને કહ્યું હતું કે ગુજરાતના સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતરના 4500 કરોડ રૂપિયાના દાવા કેન્દ્ર પાસે પેન્ડિંગ પડ્યાં છે.












Click it and Unblock the Notifications
