મોદીએ ગૃહમાં કહ્યું જનહિતના તમામ બિલ અટવાઇ પડ્યા છે
ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ભાષણ અંગે લોકસભામાં તેમનો જવાબ આપ્યો. પાછલા કેટલાક દિવસથી સ્મૃતિ ઇરાની, પિ.ચિંદમ્બરમ, ઇશરત જહાં અને જેએનયૂ વિવાદ જેવા અનેક મુદ્દાઓ પર સતત ચાલતા હંગામા બાદ આજે નરેન્દ્ર મોદીનું આ ભાષણ મહત્વ પૂર્ણ માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે બુધવારે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પોતાનું આક્રમક વલણ બતાવ્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષયના મુખ્ય અંશ વાંચો અહીં....
1.સૌથી પહેલા મોદીએ રાષ્ટ્રપતિના ભાષણનો આભાર માન્ય અને ચર્ચામાં ભાગ લેનાર સાંસદોનો પણ.
2. તેમણે કહ્યું હતું કે બન્ને ગૃહો શાંતિપૂર્ણ રીતે ચાલવા જોઇએ. તેમણએ રાજીવ ગાંધી યાદ કરીને કહ્યું હતું કે તે પણ સંસદની કાર્યવાહી વિપક્ષ દ્વારા શાંતિપૂર્ણ રીતે ચાલે તેમાં માનતા હતા.
3.તેમણે કોંગ્રેસને કહ્યું કે જીએસટી બિલ તમારું બિલ છે તો પછી તેને કેમ રોકી રહ્યા છો. વધુમાં મોદીએ કહ્યું ગૃહમાં હંગામા કારણે તમામ જનહિતના કામ અટવાઇને પડ્યા છે.
4. દેશ દુખી છે: નરેન્દ્ર મોદી
તેમણે કહ્યું કે છેલ્લા થોડા દિવસથી દેશમાં જે કંઇ પણ થઇ રહ્યું છે તેનાથી દેશ દુખી છે.
5. કેટલાક લોકોની ઉંમર વધે છે સમજ નથી: નરેન્દ્ર મોદી
કોઇનું પણ નામ લીધા વગર નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક લોકોની ઉંમર વધે પણ સમજ નથી વધતી અને માટે જ તે વિરોધ કરે છે.













Click it and Unblock the Notifications
