મોદીનું વડાપ્રધાન બનવું ફક્ત એકમાત્ર કલ્પના: મમતા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

કલકત્તા, 15 એપ્રિલ: પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન બનવું એક 'કલ્પના' છે. તેમણે પોતાના રાજ્યની ગુજરાતની સાથે કોઇપણ પ્રકારની તુકના એક ધનીક, સુખ સુવિધાઓ ઉછરેલા અને એક કુપોષિત, ઉપેક્ષિત બાળકો વચ્ચે તુલના કહીને નકારી કાઢી હતી. તૃણમૂળ કોંગ્રેસ પ્રમુખે એ પણ કહ્યું હતું કે ચૂંટણી બાદ સંઘીય મોરચા સરકારનું ગઠન થશે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાની સ્થિતિમાં આર્થિક પરિણામોના સુધારા વિશે પૂછવામાં આવતાં પીટીઆઇ સાથેના એક ઇન્ટરવ્યુંમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે 'તેમનું (મોદી) વડાપ્રધાન બનવું એક કલ્પના (ફેંટસી) છે. એટલા માટે મને આ પ્રકારના કલ્પિત પ્રશ્નોના જવાબ આપવાની જરૂરિયાત નથી.' તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખે કહ્યું 'સંઘીય મોરચો ભવિષ્ય છે.

mamata-banerjee-narendra-modi-600

ચૂંટણી બાદ સંધીય મોરચો સરકારનું નિર્માણ થશે,'' તેમણે કહ્યું 'બંગાળને ભીખનો કટોરો લઇને જવાની જરૂરિયાત નથી. અમારા પર જે ઉધારી છે અમે ફક્ત તેના વિશે કહી રહ્યાં છે. દેવાની માફીની માંગણી નવી નથી. 2011ની ચૂંટણી પહેલાં પણ વડાપ્રધાને ત્રણ દસકામાં વામ શાસન દરમિયાન બંગાળ પર લાદવામાં આવેલા દેવાને પુનર્ગઠિત કરવાનો વાયદો કર્યો હતો.' મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મેં અને નાણામંત્રીએ ઘણી બેઠકો કરી પરંતુ તેમણે કશું જ કર્યું નથી. તેમણે પોતાનો વાયદો નિભાવ્યો નથી.

English summary
Narendra Modi becoming Prime Minister is a "fantasy", West Bengal Chief Minister Mamata Banerjee today said while dismissing any comparisons with her state and Gujarat as a comparison between a rich, privileged child and an undernourished, neglected one.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X