For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મોદીના ખભે ફોડી છે કોઇએ બંદૂક, નથી કર્યું 15 હજારને બચાવવાનું નિવેદન'

|
Google Oneindia Gujarati News

rajnath singh
લખનઉ, 27 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં ફંસાયેલા લોકોમાંથી 15 હજાર ગુજરાતીઓને બચાવીને લાવ્યાના કહેવા નિવેદન પર કોંગ્રેસ અને બીજેપીમાં વાકયુદ્ધ છેડાઇ ગયું છે.

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ આવું કોઇ નિવેદન કર્યું નથી કે તેઓ ઉત્તરાખંડમાંથી 15 હજાર ગુજરાતીઓને બચાવીને લઇ ગયા છે. ખરેખર મોદીના ખભા પર બંદૂક ચલાવી છે. રાજનાથે અત્રે યૂપી બીજેપી તરફથી પૂરપીડિતોની મદદ માટેનું પહેલું રાહત પેકેજ રવાના કરી દેવાયું. પ્રદેશ બીજેપીએ અવધ વિસ્તારમાંથી 56 લાખ રૂપિયાની ધનરાશિ એકત્ર કરીને રાજનાથ સિંહને સુપરત કરી હતી.

રાજનાથે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી મોદી ઉત્તરાખંડમાં પીડિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અને ત્યાં ચાલી રહેલા રાહત કાર્યોની જાણકારી મેળવવા માટે ઉત્તરાખંડ ગયા હતા. તેમની મોદી સાથે પણ વાત થઇ હતી. મોદીએ કહ્યું કે તેમણે આવું કોઇ નિવેદન કર્યું નથી અને આવું કોણે પ્રસારિત કર્યું તે સમજની બહાર છે.

બીજેપી અધ્યક્ષે આ અવસરે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્તરાખંડ પ્રવાસ વગેરે અંગે કોઇપણ વાત કરવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે આ સમય આરોપ લગાવવાનો નથી. ઉત્તરાખંડમાં ખૂબ જ મોટી પ્રાકૃતિક આપદા આવી છે અને આપણે સૌએ સાથે મળીને તેની સામે લડવાની જરૂર છે. રાજનાથે ઉત્તરાખંડમાં રાહત અને બચાવકાર્ય દરમિયાન હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા સેન્ય અધિકારીઓ અને જવાનોના પરિવારજનોને પાર્ટી તરફથી 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે.

પ્રદેશ બીજેપીએ અવધ વિસ્તારે 56 લાખ રૂપિયાની ધનરાશિ એકત્ર કરીને રાજનાથ સિંહને સોંપી છે. રાજનાથે જણાવ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યું પામેલા વાયુદળના સૈનિકોના પરિવારજનોને બીજેપી પાંચ-પાંચ લાખની મદદ કરશે.

English summary
Narendra modi did not give this kind of statement said Rajnath singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X