For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્વિજય ભૂલ્યા ભાન, મોદીને હિટલર સાથે સરખાવ્યા!

|
Google Oneindia Gujarati News

ભોપાલ, 22 ઑગસ્ટ : કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા જણાવ્યું કે મોદી પોસ્ટર અને હોર્ડિંગના માધ્યમથી ક્યારેક વિવેકાનંદ તો ક્યારેક બાળ ગંગાધર તિલક, તો ક્યારેક સરદાર વલ્લભ ભાઇ પટેલ બનીને પોતાનો પ્રભાવ પાડવાની કોશિશ કરે છે.

digvijay singh
તેમણે મોદી પર આરોપ લગાવ્યો કે તેઓ લોકોનું ધ્યાન પાયાની સમસ્યાઓથી હટાવવા માટે આવું કરે છે. દિગ્વિજય સિંહે અહીં સુધી મોદીની સરખામણી હિટલર સાથે કરી દીધી અને જણાવ્યું કે જર્મનીમાં હિટલરે પણ પોતાનું પ્રભુત્વ જમાવી સત્તા હાસલ કરી હતી અને તાનાશાહ બની ગયો હતો. જ્યારે મોદી પણ હિટલરના માર્ગે ચાલી રહ્યા છે. તેમણે જણાવ્યું કે મોદીએ હવે ભાજપમાં જ પોતાનું કદ એટલું મોટું કરી દીધું છે કે તેમના દળના નેતાઓના કદ તેમના સામે ઠીંગણા બની ગયા છે.

તેમણે જણાવ્યું કે ભાજપામાં આ સ્થિતિ માત્ર નરેન્દ્ર મોદીની સાથે જ નહીં, પરંતુ મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ અને છત્તિસગઢમાં મુખ્યમંત્રી રમણ સિંહની પણ છે. તેમણે જણાવ્યું કે આ બંને રાજ્યોમાં પણ મુખ્યમંત્રીઓ પોતાની સ્થિતિ એવી ઉપસાવી રહ્યા છે કે અન્ય નેતાઓ નેપથ્યમાં આવી ગયા છે.

English summary
Congress general secretary Digvijay Singh, who has been unsparing in his criticism of Narendra Modi, today compared him to Adolf Hitler saying he was following the disgraced dictator in many ways to grab power.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X