For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વક્ફની સંપત્તિ અને મુસ્લિમ છોકરીઓ માટે મોદી સરકારનું મોટુ એલાન

દેશભરમાં વક્ફની સંપત્તિ વિશે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે વક્ફની જમીનને જિયો ટેગિંગ સાથે ડિજિટાઈઝેશન કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં વક્ફની સંપત્તિ વિશે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે વક્ફની જમીનને જિયો ટેગિંગ સાથે ડિજિટાઈઝેશન કરવામાં આવશે. કેન્દ્રીય લઘુમતી મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ કે આ તમામ વક્ફની જમીન પર સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, કમ્યુનિટી સેન્ટર, કૉમન સેન્ટર, હોસ્ટેલ વગેરે બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ આ પ્રોજેક્ટ માટે સરકાર 100 ટકા નાણાકીય મદદ કરશે.

mukhtar abbas Naqvi

મફત કોચિંગની સુવિધા

મુખ્તાર અબ્બાસ નક્વીએ જણાવ્યુ કે મુસ્લિમ છોકરીઓને યુપીએસસી, બેંક અને રાજ્ય સરકારની નોકરીઓની તૈયારીઓ માટે મુફ્તમાં કોચિંગની સુવિધા આપવામાં આવશે. અમે આ બાબતે અમુક સંસ્થાઓ સાથે વાત કરી છે. પ્રક્રિયા પૂરી થયા બાદ આ વર્ષે મુસ્લિમ છોકરીઓને આ સુવિધા પૂરી પાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર દેશના લઘુમતીઓના વિકાસ માટે ઘણી યોજનાઓ આવનારા પાંચ વર્ષોમાં ચલાવવામાં આવશે. નક્વીએ જણાવ્યુ કે દેશના મદરકાઓને ફોર્મલ એજ્યુકશન અને મેનસ્ટ્રીમ એજ્યુકેશન સાથે જોડવામાં આવશે. આનાથી મદરસાના બાળકો પણ સમાજના વિકાસમાં યોગદાન આપી શકશે.

મદરસાનું કાયાકલ્પ

નક્વીએ કહ્યુ, મદરસા શિક્ષકોને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ટ્રેનિંગ અપાવવામાં આવશે. જેથી તે મદરસામાં ભણતા બાળકોને હિંદી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર વગેરેનું શિક્ષણ આપી શકે. કેન્દ્ર સરકાર આનો ડ્રાફ્ટ જલ્દી બનાવી લેશે અ આવતા મહિને જ આને લાગુ કરવાની કોશિશ પણ થશે. નક્વીએ જણાવ્યુ કેન્દ્ર સરકાર લઘુમતી વર્ગોને શિક્ષણ અને રોજગાર દ્વારા સશક્ત કરવા ઈચ્છે છે.

પાંચ કરોડ બાળકોને સ્કૉલરશિપ

કેન્દ્ર સરકાર તરફથી પાંચ કરોડ લઘુમતી બાળકોને સ્કૉલરશિપનો લાભ આપવામાં આવશે. આવતા પાંચ વર્ષોમાં પ્રી-મેટ્રિક, પોસ્ટ મેટ્રિક તેમજ મેરિટ-કમ-મીન્સ વગેરે યોજનાઓ દ્વારા 5 કરોડ છાત્રોને સ્કૉલરશિપ આપવામાં આવશે. આમાં 50 ટકાથી વધુ છોકરીઓને શામેલ કરવામાં આવશે. આમાં આર્થિક રીતે પછાત વર્ગની છોકરીઓ માટે 10 લાખથી વધુ બેગમ હજરત મહલ બાલિકા સ્કૉલરશિપ પણ શામેલ છે.

આ પણ વાંચોઃ સાઈક્લોન વાયુઃ વર્ષોવર્ષ વધુ વિનાશકારી થતા જશે તોફાનઆ પણ વાંચોઃ સાઈક્લોન વાયુઃ વર્ષોવર્ષ વધુ વિનાશકારી થતા જશે તોફાન

English summary
modi government's announcement for the muslim girls and for waqf property
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X