For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્ટીકલ 35એનો તોડ કાઢવામાં લાગી મોદી સરકાર, જાણો શું છે વિકલ્પ

જમ્મુ કાશ્મીરમાં મચેલી ઉથલપાથલ વચ્ચે અટકળો લગાવવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણના અનુચ્છેદ 35એમાં સુધારો માટે જોરશોરથી તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં મચેલી ઉથલપાથલ વચ્ચે અટકળો લગાવવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણના અનુચ્છેદ 35એમાં સુધારો માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. તમામ મોટા અધિકારી આ અનુચ્છેદમાં સુધારો કરવા માટે વિકલ્પ તપાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ અનુચ્છેદ હેઠળ જમ્મુ કાશ્મીરના લોકોને જમીન સાથે જોડાયેલ વિશેષ અધિકાર મળેલા છે. અનુચ્છેદ 35એ હેઠળ ઘાટીમાં જમીન માત્ર ઘાટીના નાગરિક જ ખરીદી શકે છે.

આ છે વિકલ્પ

આ છે વિકલ્પ

માનવામાં આવી રહ્યુ છે કે ઘાટીમાં દેશના અન્ય રાજ્યોના લોકોને જમીન ખરીદવાનો અધિકાર આપવા માટે વિકલ્પ શોધી રહી છે. જો કે અમુક શરતો સાથે આની મંજૂરી આપવા પર વિચાર કરવામાં આવી શકે છે જેનાથી આનો દૂરુપયોગ ન થઈ શકે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જમીન સાથે જોડાયેલા નિયમ ઘાટીમાં પણ લાગુ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકારના સૂત્રએ જણાવ્યુ કે ઘણી પહાડી વિસ્તારોમાં ખેતીવાળી જમીન વેચવા વિશે વિવાદ છે એવામાં આને સંપૂર્ણપણે નવા સુધારાથી બહાર રાખવામાં આવશે. પરંતુ વેપાર અને અન્ય કામો માટે જેનાથી સ્થાનિક લોકોને રોજગાર મળે, તેને જોતા આ કાયદામાં સુધારો કરવામાં આવી શકે છે.

તમામ વર્ગો સાથે વાતચીત

તમામ વર્ગો સાથે વાતચીત

મોટા સરકારી સૂત્રોએ જણાવ્યુ કે આ રીતના તમામ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ વિશે ઘાટીના તમામ નેતાઓ સાથે વાતચીત પણ કરવામાં આવી છે. સાથે ઘાટીના સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓને આ વિશે વિચાર કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર આ બધા વિચાર પ્રકટ કરવામાં આવ્યા છે પરંતુ આને તરત લાગુ નહિ કરવામાં આવે. અનુચ્છેદ 370માં બદલાવ કર્યા વિના આ સુધારો લાગુ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. વળી, સ્થાનિક નેતાઓનું કહેવુ છે કે અનુચ્છેદ 35એ સાથે કોઈ પણ છેડછાડ થઈ તો તેનાથી રાજ્યની સ્વાયત્તા પર જોખમ ઉભુ થઈ શકે છે.

ઘણા નેતા નજરબંધ

ઘણા નેતા નજરબંધ

તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરની સરકારે શુક્રવારે તમામ અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને કહ્યુ હતુ કે તે પોતાનો પ્રવાસ ખતમ કરીને કાશ્મીરમાં રહે અથવા પાછા જતા રહે. વાસ્તવમાં ભારતીય સેનાએ કહ્યુ હતુ કે પાકિસ્તાનના આતંકવાદી ઘાટીમાં મોટી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યા છે ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, સજ્જાદ લોન સહિત ઘણા નેતાઓને નજરબંધ કરી દેવામાં આવ્યા છે. સાથે ઈન્ટરનેટ સેવાને પણ જમ્મુ આને શ્રીનગરમાં બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં તણાપૂર્ણ સ્થિતિ વચ્ચે યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મનીએ જાહેર કરી એડવાઈઝરીઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં તણાપૂર્ણ સ્થિતિ વચ્ચે યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મનીએ જાહેર કરી એડવાઈઝરી

English summary
Modi Government working on amending article 35A of Jammu Kashmir says top sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X