For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિશન 2014: દિલ્હીમાં શરૂ થયુ નરેન્દ્ર મોદીનું મંથન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi
નવી દિલ્હી, 4 જૂલાઇ: ગુરૂવારે નરેન્દ્ર મોદીએ પોતાના પક્ષના નેતાઓ સાથે દિલ્હીમાં ભાજપા ચુંટણી સમિતિની પ્રથમ બેઠક શરૂ કરી હતી. પાર્ટીએ બેઠકનો એજન્ડાનો ખુલાસો કર્યો નથી, પરંતુ માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદીની રેલી અને સભાઓને લઇને માથાકુટ થઇ શકે છે. આ દરમિયાન એવા અનુમાન લગાવવામાં આવે છે કે ચુંટણી સમિતિના સભ્યોના નામનું પણ એલાન થઇ શકે છે.

પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા પછી નરેન્દ્ર મોદી પર પાર્ટીની નજરો મંડાયેલી છે. આશા એવી છે કે પ્રચાર અને પાર્ટીને નવી દિશા આપશે. પ્રથમ બેઠક તો નરેન્દ્ર મોદીએ ઉતાવળમાં બોલાવી લીધી છે, જેમાં કેટલાક મહાસચિવ પહોંચી શક્યા ન હતા.

હવે નરેન્દ્ર મોદી પાર્ટી કાર્યાલયમાં પહેલાં સંસદીય બોર્ડની બેઠકમાં ભાગ લેશે અને પછી પ્રચાર સમિતિના સભ્યોને પણ બેઠકમાં સામેલ કરવામાં આવશે, જેથી જે નિર્ણયો થાયતે તાત્કાલિક સમિતિની મોહર લાગી જાય. જો કે પાર્ટીએ બેઠકનો એજન્ડા સ્પષ્ટ નથી કરી રહી.

જો કે પ્રચાર સમિતિના સભ્યોના નામની જાહેરાત હજુ સુધી થઇ નથી, પરંતુ સંકેત મળી રહ્યાં છે કે તેમાં 15 થી 16 સભ્યો હશે, જેમાં 9 મહાસચિવ, મુખ્તાર અબ્બાસ નકવી, સુધાંશુ ત્રિવેદી, પીયૂષ ગોયલ અને બે સહ સંગઠન મહામંત્રી હાજર રહેશે.

English summary
BJP Central Election Committee chairman Narendra Modi on Thursday attended a meeting of party’s Parliamentary Board, its apex decision making body. The meeting discussed the current political situation of the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X