"મોદીના રેકોર્ડ બ્રેક ભાષણથી લઇને કેજરીવાલની ઊંધ સુધી બધુ"
70માં સ્વાતંત્ર દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે ત્યાં જ કેટલાક નવા વિવાદો પણ સામે આવ્યા છે. જેમ કે જ્યારે મોદી લાલ કિલ્લા પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાણાં પ્રધાન અરુણ જેટલી "સપના"માં વિકાસશીલ ભારતને જોઇ રહ્યા હતા.
તો બીજી તરફ જ્યાં બલૂચિસ્તાનના નેતાઓ મોદીઓ આભાર માન્યો ત્યાં જ ન્યાયાધીશ તીરથ સિંહ ઠાકુરે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ કુલ 94 મિનિટનું લાંબુ ભાષણ આપીને એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે મોદીના ભાષણ અને તેના પછી શું શું થયું તે વિષે ડિટેલમાં જાણો અહીં...

મોદીનું રેકોર્ડ બ્રેક ભાષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો ગત વર્ષનો રેકોર્ડ તોડીને સૌથી લાંબુ ભાષણ આપનાર વડાપ્રધાન તરીકે એક નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ વર્ષે મોદીએ 94 મિનિટનું ભાષણ આપ્યું છે. ગત વર્ષે મોદીએ 86 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું.

કેજરીવાલની ઊંધ
તો મોદીના ભાષણ વખતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સૂતો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ જતા વિવાદ ઊભો થયો હતો. જે બાદ આપે પણ મોદીના બે કેન્દ્રીય મંત્રીઓના સૂતાલા ફોટો વાયરલ કર્યા હતા

જેટલીની ઊંધ
તો આપ પ્રવક્તા આશુતોષે નાણાં પ્રધાન અરુણ જેટલી અને રક્ષા પ્રધાન મનોહર પર્રિકરના સૂતાલા ફોટો વાયરલ કરીને કહ્યુ હતું કે મોદીની સ્પીચ એટલી બોરિંગ હતી કે ભલ ભલા સૂઇ જાય.

બલૂચિસ્તાને માન્યો મોદીનો આભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લાલ કિલ્લાના ભાષણમાં ગિલગિટ, બલૂચિસ્તાન અને પીઓકેના લોકો માટે આભાર વ્યક્ત કર્યો. જે પર બલોચ રિપબ્લિકન પાર્ટીના નેતા અશરફ શેરજાને આંતરાષ્ટ્રિય સ્તરે આ મુદ્દો ઉઠાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્ય ન્યાયધીશ નારાજ
જો કે બીજી તરફ ભારતના મુખ્ય ન્યાયાધીશ તીરથ સિંહ ઠાકુરે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે "પીએમ મોદીના ભાષણથી હું નાખુશ છું. હું તેમને અનુરોધ કરું છું કે તેમની સરકાર ન્યાયપાલિકાની મુશ્કેલીઓ પર ધ્યાન આપે. ખાસ કરીને ન્યાયાધીશની નિયુક્તિ પર."

તો કેજરીવાલે પીઠ થાબડી
તો ન્યાયાધીશની આ ટિપ્પણી પર અરવિંદ કેજરીવાલે તેમની પીઠ થાબડતા કહ્યું કે "હું ન્યાયના પ્રતિ મુખ્ય ન્યાયાધીશના સાહસ, ચિંતા અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા કરું છું."












Click it and Unblock the Notifications
