કોંગ્રેસના કારણે મોદી શક્તિશાળી બની રહ્યા છે-મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ ગોવામાં ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

પણજી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ ગોવામાં ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. મમતાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ શક્તિશાળી બનશે કારણ કે કોંગ્રેસ પાર્ટી રાજનીતિ પ્રત્યે ગંભીર નથી. મમતાએ દેશની સૌથી જૂની પાર્ટી પર નિર્ણય ન લેવાનો આરોપ પણ લગાવ્યો. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા બેનર્જીએ કહ્યું કે દિલ્હીની દાદાગીરી હવે બહું થઈ.

Mamata Banerjee

ગોવાના ત્રણ દિવસીય પ્રવાસના અંતિમ દિવસે પણજીમાં મીડિયાને સંબોધતા મમતાએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસની નિર્ણયો લેવામાં અસમર્થતાને કારણે દેશ ભોગવી રહ્યો છે. હું અત્યારે બધું કહી શકતી નથી, કારણ કે તે રાજકારણને ગંભીરતાથી લેતા નથી. કોંગ્રેસને કારણે મોદીજી વધુ શક્તિશાળી બની રહ્યા છે. જો કોઈ નિર્ણય ન લઈ શકે તો દેશે શા માટે તે ભોગવવું જોઈએ?

ટીએમસી પ્રમુખે કહ્યું કે, કોંગ્રેસને અગાઉ પણ તક મળી હતી. તે ભાજપ સામે લડવાને બદલે મારા રાજ્યમાં મારી સામે લડ્યા. તમને નથી લાગતું કે તે મારી વિરુદ્ધ, બંગાળમાં મારા રાજકીય પક્ષ વિરુદ્ધ ચૂંટણી લડ્યા. TMC એ જાહેરાત કરી છે કે તે આગામી ગોવા વિધાનસભા ચૂંટણીમાં તમામ 40 બેઠકો પર ચૂંટણી લડશે.

મમતાએ કહ્યું કે, ટીએમસી ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોને સીટો ફાળવવામાં માને છે. હું ઇચ્છું છું કે પ્રાદેશિક પક્ષો મજબૂત બને. અમે ઈચ્છીએ છીએ કે સંઘીય માળખું મજબૂત બને. આપણે રાજ્યોને મજબૂત બનાવવા જોઈએ, જો રાજ્યો મજબૂત હશે તો કેન્દ્ર પણ મજબૂત થશે. અમને બસ દિલ્હીની દાદાગીરી નથી જોઈતી.

કોંગ્રેસે ક્યા નિર્ણયો લેવા જોઈએ તે અંગે પૂછવામાં આવતા મમતાએ કહ્યું કે, હું કોંગ્રેસ વિશે ચર્ચા કરવા જઈ રહી નથી, કારણ કે તે મારી પાર્ટી નથી. મેં મારી પોતાની પ્રાદેશિક પાર્ટી બનાવી છે અને કોઈનો ટેકો લીધા વિના અમે ત્રણ વખત સરકાર બનાવી છે. તેમને નક્કી કરવા દો. મારી પણ આ રીત છે, હું અન્ય કોઈ રાજકીય પક્ષના કામમાં દખલ કરતી નથી. હું મારા રાજકીય પક્ષ વિશે કહી શકું છું અને અમારી લડાઈ ચાલુ રહેશે. અમે ભાજપ સામે ઘૂંટણિયે પડવાના નથી. ઉલ્લેખનિય છે કે આવતા વર્ષે ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X