નવી દિલ્હી, 20 મેઃ દેશના ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ પહેલા ભાજપ સંસદીય દળની બેઠક થશે, જેમાં તેમણે સંસદીય દળના નેતા ચૂંટવામા આવશે. બેઠકમાં મોદીનું નેતા તરીકે ચૂંટાવું પહેલાથી જ નક્કી છે. સંસદીય દળની બેઠક બાદ મોદી સરકારની તસવીર સાફ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
16 મેએ લોકસભા ચૂંટણીમાં સફળતાનો પરચમ લહેરાવ્યા બાદ હવે સમય છે સરકારની રચનાનો. છેલ્લા ચાર દિવસતી ભાજપ અને આરએસએસના દિગ્ગજ નેતાઓની મુલાકાતો અને બેઠકોનો દોર બાદ હવે સરકારની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. આ સિલસિલામાં ભાજપ સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પાર્ટીના નવનિર્વાચિત 282 સાંસદ સામેલ થશે અને પોતાના નેતાની પંસદગી કરશે.નેતૃત્વ પર મહોલ લગાવ્યા બાદ નરેન્દ્ર મોદી એનડીએના સહયોગી દળોના સાંસદોને મળશે. આ બેઠકોમાં મોદીએ એનડીએના નેતા ચૂંટવામાં આવશે. ત્યારબાદ તે એનડીએ નેતાઓ સાથે બપોરે પોણા ત્રણ વાગ્યે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીથી મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સૂત્રો અનુસાર જાણકારી અનુસાર સંસદીય દળની બેઠક બાદ મોદી કેબિનેટની તસવીર સાફ થઇ થશે. મંત્રિમંડળમાં સામેલ થનારા નેતાઓનું નામ સામે આવી શકે છે.
સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ નરેન્દ્ર મોદી સાંજે પોતાની વિધાનસભા ક્ષેત્ર મણિનગર માટે રવાના થશે. ત્યાં તેઓ સ્થાનિક લોકોને સંબોધિત કરશે અને પોતાની દિલ્હી જવાની જાણકારી આપશે. બુધવારે નરેન્દ્ર ગુજરાત વિધાનસભાના વિશેષ સત્રને સંબોધિત કરશે અને ત્યારબાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. મોદી દ્વારા રાજીનામુ આપવામાં આવ્યા બાદ ગુજરાત ભાજપના ધારાસભ્યો પોતાના નવા નેતાને ચૂંટશે. સૂત્રો અનુસાર આનંદીબેન પટેલ, મોદીના સ્થાને ગુજરાતની કમાન સંભાળી શકે છે.