પીએમ પદની રેસમાં રાહુલ-કેજરીવાલ કરતાં મોદી આગળ!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 11 જાન્યુઆરી : લોકસભા ચૂંટણી વચ્ચે હવે થોડાક જ મહીના બાકી છે, પરંતુ ચૂંટણીને ધ્યાને લઈ ભારતની દરેક વ્યક્તિની આંખોમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી, કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી તેમજ રાજકારણની નવી વ્યાખ્યા શરૂ કરનાર અરવિંદ કેજરીવાલ ઉપર ટકી ગઈ છે. સામાન્ય પ્રજા તથા મીડિયા આ ત્રણ ચહેરાઓને જ હૅડલાઇન્સમાં લઈ રહ્યું છે. ભલે મોદી અને રાહુલ તેમજ કેજરીવાલ મીડિયામાં એક સાથે દેખાતા હોય, પણ લોકપરિયતાની બાબતમાં મોદી આ બંને કરતા ઘણા આગળ છે.

modi-arvind-rahul
વેબદુનિયા દ્વારા કરાવવામાં આવેલ એક તાજા સર્વે મુજબ નરેન્દ્ર મોદી લોકપ્રિયતાની રેસમાં સૌથી આગળ છે. સર્વે વર્ષ 2013ના નામે કરાવવામાં આવ્યું કે જેમાં સવાલ કરવામાં આવ્યો કે તેઓ કયા રાજનેતાને દેશના સૌથી લોકપ્રિય રાજનેતા તરીકે જુએ છે? આ સર્વેમાં લોકોને કુલ્લે 11 સવાલો પૂછાયાં અને દરેક પ્રશ્ન સાથે 10 વિકલ્પો પણ અપાયા હતાં. લોકપ્રિયા રાજનેતાના સવાલ પર સૌથી વધુ 75.44 ટકા લોકોએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પસંદગી કરી, જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી એટલે કે આપના નેતા અરવિંદ કેજરીવાલને માત્ર 18.32 ટકા લોકોએ પસંદ કર્યાં.

બીજી બાજુ કોંગ્રેસના સ્વાભાવિક ઉમેદવાર રાહુલ ગાંધી આ રેસમાં બહુ પાછળ રહી ગયાં છે. તેમને માત્ર 2 ટકા લોકોએ જ પસંદ કર્યાં. આ રેસમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ચોથા તેમજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાંચમા સ્થાને રહ્યાં. વર્ષ 2013ની સૌથી ચર્ચિત હસ્તીનો ખિતાબ પણ નરેન્દ્ર મોદીના નામે જ રહ્યો. આ શ્રેણીમાં મોદીને સૌથી વધુ 52 ટકા વોટ મળ્યાં, જ્યારે 21.35 ટકા વોટ સાથે કેજરીવાલ બીજા સ્થાને રહ્યાં. રાહુલ ગાંધી આ બાબતમાં નવમા સ્થાને રહ્યાં.

English summary
According to the servey BJP Prime Ministerial Candidate Narendra Modi is most famous personality in 2013. While Arvind Kejriwal comes in second.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.