ખાસ દિવસઃ મોદીએ બાપુને આપી શ્રદ્ધાંજલિ, વાજપાયી સાથે કરી મુલાકાત
નવી દિલ્હી, 26 મેઃ નરેન્દ્ર મોદીને જે દિવસની પ્રતિક્ષા હતી તે દિવસ આવી ગયો છે. રાષ્ટ્પતિ ભવનનો વિશાળ પ્રાંગણ આજે યાદગાર પળોનો સાક્ષી રહેશે. નરેન્દ્ર મોદી સેંકડો દેશી-વિદેશી મહેમાનોની હાજરીમાં દેશના 15માં વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઇ છે. આ ઐતિહાસિક દિવસની શરૂઆત મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને કરી. મોદી ગુજરાત ભવનથી સવારે 7.40 વાગ્યે નિકળ્યા હતા. 8 વાગ્યે રાજઘાટ પહોંચ્યા અને બાપુને નમન કર્યા. નમન બાદ મોદીએ ધ્યાન ધર્યું હતું. આ તકે તેમની સાથે અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યાં હતા. બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મોદી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને મળવા માટે પહોંચ્યા હતા.
11.56 am
મોદીના મંત્રીમંડળમાં હશે 45 મંત્રી
24 કેબિનેટ મંત્રી, 11 રાજ્ય મંત્રી અને 10 સ્વતંત્ર પ્રભારના રાજ્ય મંત્રી હશે.
11.12 am
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર
સુષમા સ્વરાજ બનશે વિદેશમંત્રી
રક્ષા મંત્રાલય પોતાની પાસે રાખશે નરેન્દ્ર મોદી
રાજનાથ સિંહ બનશે ગૃહમંત્રી
અરૂણ જેટલી બનશે નાણામંત્રી
11.06 am
મહારાષ્ટ્રમાંથી સાત મંત્રીઓ હશેઃ ગોપીનાથ મુંડે
ભાજપના છ અને શિવસેનાના એક મંત્રીઃ ગોપીનાથ મુંડે
શપથ બાદ વિભાગની વહેંચણીઃ ગોપીનાથ મુંડે
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા છે. સાંજે તેઓ મોદીની શપથ વિધિમાં સામેલ થશે.
10.43 am
આજે ઇતિહાસનો સૌથી મોટો શપથ ગ્રહણ સમરોહ
અંદાજે 4 હજાર મહેમાનો રહેશે હાજર
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે દિલ્હી પહોંચ્યા
ગુજરાત ભવનમાં મોદી સાથે એનડીએના નેતાની ચર્ચા શરૂ
હર્ષવર્ધન, નિર્મળા સીતારામન ગુજરાત ભવન પહોંચ્યા
9.43 am
ગુજરાત ભવનમાં મોદી સાથે સંભવિત મંત્રીઓએ કરી મુલાકાત
આજે 18 કેબિનેટ મંત્રીઓ લેશે શપથ
રાષ્ટ્રપતિને મોકલવામાં આવી મંત્રીઓની યાદી
અનંત કુમાર, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, રામ વિલાસ પાસવાન, રવિશંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રધાન, ગોપિનાથ મુંડે, ઉમા ભારતી, નઝમા હેપતુલ્લા, અરૂણ જેટલી, નીતિન ગડકરીએ કરી મુલાકાત.

શપથ ગ્રહણ સમારોહના મેહમાનો માટે રાષ્ટ્રપતિ ભવન બપોરે 3 વાગ્યે ખુલી જશે. આમંત્રિત રાષ્ટ્રાધ્યક્ષો અને વીવીઆઇપી મેહમાનોનો આવવાનો સિલસિલો 5 વાગ્યે શરૂ થશે. નરેન્દ્ર મોદી પણ સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન પહોંચશે. તમામ રાષ્ટ્રાધ્યક્ષ 5-5 મિનિટના અંતરમાં રાષ્ટ્રપતિ ભવન પહોંચશે.
રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ સાંજે 5 વાગ્યે શરૂ થઇ જશે. નરેન્દ્ર મોદી સાંજે 6 વાગ્યે વડાપ્રધાન પદના શપથ લેશે. મોદી બાદ તેમની કેબિનેટના સભ્યો શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં મહેમાનો માટે ટી-પાર્ટી હશે. રાષ્ટ્રપતિ આમંત્રિત રાષ્ટ્રાધ્યક્ષોને રાત્રી ભોજન આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
