For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં નરેન્દ્ર મોદી - નીતિશએ એકબીજાને દાદ ના આપી

|
Google Oneindia Gujarati News

nitish-kumar-narendra-modi
નવી દિલ્હી, 27 ડિસેમ્બર : દિલ્હીમાં મળેલી એનડીસીની બેઠકમાં પુન: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એનડીએના ઘટક પક્ષ જનતાદળ (યુ)ના સભ્ય અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અભિનંદન પાઠવે છે કે નહીં તેના પર સૌની નજર હતી. પણ દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારે એકબીજા સામે જોયું પણ ન હતું. નરેન્દ્ર મોદી અન્ય મુખ્યમંત્રીઓને મળ્યા હતા પણ નીતિશ કુમારને મળવાનું ટાળ્યું હતું. આમ ભાવિ પીએમ ઉમેદવારોના મુદ્દે બંને વચ્ચેની ખાઇ વધારે ઊંડી બની છે.

અપડેટ : 11.30

નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા : મોદી - નીતિશની સામ સામે મુલાકાત પર સૌની નજર

ગુજરાતમાં સતત ચોથીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચી ગયા છે. નરેન્દ્ર મોદીનો 27 ડિસેમ્બર, 2012ના રોજ દિલ્હી આવવાનો કાર્યક્રમ અગાઉથી નક્કી હતો. તેઓ આજે સવારે જ દિલ્હી પહોંચી ગયા છે. તેઓ દિલ્હી પહોંચ્યા બાદ રાષ્ટ્રીય વિકાસ પરિષદ (એનડીસી)ની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે.

આજે મળી રહેલી એનડીસીની બેઠકમાં 12મી પંચવર્ષીય યોજના અંગે ચર્ચા કરવામાં આવનારી છે. આ બેઠકમાં મોદી રાષ્ટ્રીય સ્તરના અન્ય નેતાઓની મુલાકાત લેશે અને આગામી સમયમાં તેમની યોજનાઓ અંગે ચર્ચા કરશે. દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી 2014માં પીએમ પદની દાવેદારીના મુદ્દે નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી બનેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદીનો આમનો સામનો કેવી રીતે થાય છે તેના પર સૌ નજર રાખીને બેઠા છે.

મહત્વની બાબત એ પણ છે કે આ બેઠકમાં ઘણા નવા સમીકરણો જોવા મળી શકે છે. આગામી લોકસભા ચૂંટણી 2014માં એનડીએમાં નવા ઘટકપક્ષોનું જોડાણ અને જૂના ઘટક પક્ષોની અલવિદા પણ જોવા મળી શકે છે. ત્યારે નરેન્દ્ર મોદીની શપથવિધિમાં તમિલનાડુના મુખ્ય મંત્રી જયલલિતાની હાજરીએ આ અટકળોને બળ પૂરું પાડ્યું છે. રાષ્ટ્રીય વિકાસ પરિષદ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં મળી છે.

English summary
Modi reached Delhi : Eyes on Nitish Modi face to face visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X