For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને મળી પહેલી સફળતા, સ્વામી BJPમાં જોડાવા તૈયાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને 2014 ચૂંટણી સમિતિના અધ્યક્ષને પોતાની પહેલી સફળતા જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના રૂપમાં મળી ગઇ છે. સ્વામીએ ગુરુવારે ગુજરાત ભવનમાં મોદી સાથેની મુલાકાત બાદ જાહેરાત કરી કે તેઓ પોતાની પાર્ટીનું બીજેપીમાં વિલય કરવા માટે તૈયાર છે.

સ્વામીએ કહ્યું કે બીજેપી અને તેમની પાર્ટીમાં સૈદ્ધાંતિકરીતે કોઇ અંતર નથી, માટે જો ભારતીય જનતા પાર્ટી યોગ્ય સમજે તો અમે અમારી પાર્ટીને તેમની પાર્ટીમાં સમાવી લેવા માટે તૈયાર છીએ.

સ્વામીએ મોદી સાથે ભ્રષ્ટાચાર મામલા પર પણ વાત કરી અને આની પર સંભવિત રણનીતિથી પણ અવગત કરાવ્યા. સૂત્રો અનુસાર સ્વામીએ કહ્યું કે તેમના બીજેપી સાથે ખૂબ જ જૂના સંબંધો છે.

ઉલ્લેખનીય છે કે સ્વામી 1990 થી એકલા જ જનતા પાર્ટીનું કાર્યભાર સંભાળી રહ્યા છે. 1999માં અટલ સરકારને પાડનાર પણ સ્વામી જ હતા કારણ કે જ્યારે અટલ સરકાર હતી ત્યારે તેમની અવગણના કરવામાં આવી હતી, જેને તેમણે સાખી નહીં લઇ એક રણનીતિ અંતર્ગત અટલ સરકારને પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઇન્દિરા ગાંધીએ સ્વામીને તેમના ખુલા નાણાકિય વિચારોના કારણે એવું સાંતા ક્લોઝ કહ્યું હતું કે જેની ઝોળીમાં પોટલીમાં માત્ર અવાસ્તવિક વિચાર ભર્યા હતા. સૂત્રો અનુસાર હવે બધાની નજરો એ વાત પર ટકેલી છે કે સ્વામી અને મોદીની જોડી ચૂંટણી પર પોતાની શું અસર પાડે છે.

English summary
Narendra Modi's first success Subramanian Swamy, ready to merge his party in BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X