ભાજપ ડૂબી રહેલી નાવડી, આરએસએસ પણ સાથે નથી: માયાવતી

બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી સતત પીએમ મોદી અને કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે.

બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી સતત પીએમ મોદી અને કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે. ગોરખપુર રેલી પછી માયાવતીએ મંગળવારે મોદી સરકાર પર પ્રહાર કર્યો યુપીની પૂર્વ સીએમે ટ્વિટર પર લખ્યું કે આ વખતે ચૂંટણીમાં આરએસએસ પણ મોદીનો સાથ છોડી ચૂક્યું છે, તેવું લાગી રહ્યું છે. આ વખતે ચૂંટણીમાં આરએસએસ સ્વયંસેવકો ઝોલા ઉઠાવીને ફરતા જોવા નથી મળ્યા, જેને કારણે પીએમ મોદીનો પરસેવો છૂટી રહ્યો છે.

આ પણ વાંચો: અખિલેશ-માયાવતીના કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ, Video વાયરલ

ચૂંટણી સમયે લોકોનું મંદિરે જવું એક ફેશન બની ગયું છે

માયાવતીએ કહ્યું કે ચૂંટણી સમયે લોકોનું મંદિરે જવું એક ફેશન બની ગયું છે. એટલા માટે હું ચૂંટણી આયોગને અપીલ કરું છું કે મંદિર અને રોડ શૉ ખર્ચને પણ ઉમેદવારના ખર્ચ સાથે જોડવામાં આવે. આ દરમિયાન માયાવતીનો ઈશારો પ્રિયંકા ગાંધી સામે હતો.

પીએમ મોદી પર પર્સનલ એટેક

પીએમ મોદી પર પર્સનલ એટેક

માયાવતીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદી પર હુમલો કરીને કહ્યુ કે જ્યારે તેમણે પોતાના રાજકીય સ્વાર્થ માટે પોતાની પત્નીને છોડી દીધી તો પછી તે બીજાની બહેનો અને વહુઓનું સમ્માન કેવી રીતે કરી શકે છે.

ભાજપમાં વિવાહિત મહિલાઓ મોદીથી ગભરાય છે: માયાવતી

ભાજપમાં વિવાહિત મહિલાઓ મોદીથી ગભરાય છે: માયાવતી

માયાવતીએ આગળ કહ્યું કે મને તો એ પણ માલુમ પડ્યુ છે કે ભાજપમાં ખાસ કરીને વિવાહિત મહિલાઓ પોતાના પતિઓને શ્રી મોદીની નજીક જતા જોઈને એ વિચારીને પણ ઘણી ગભરાઈ જાય છે કે ક્યાંક આ મોદી પોતાની પત્નીની જેમ અમને પણ પોતાના પતિથી અલગ ના કરાવી દે. ભાજપના લોકો મહિલાઓનું સમ્માન નથી કરતા.

જબરદસ્તી પછાત બનેલા છે પીએમ મોદી

જબરદસ્તી પછાત બનેલા છે પીએમ મોદી

બસપા અધ્યક્ષ માયાવતીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર હુમલો કરતા કહ્યુ કે, પીએમ મોદીએ હવે વધુ કંઈ નહિ તો ગઠબંધન પર જાતિવાદી હોવાનો જે આરોપ લગાવ્યો છે તે હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે. જાતિવાદના અભિશાપથી પીડિત લોકો જાતિવાદી કેવી હોઈ શકે છે? મોદી જન્મથી ઓબીસી નથી એટલા માટે તેમણે જાતિવાદનો દંશ નથી ઝેલ્યો અને આવી મિથ્યા વાતો કરે છે. આનાથી ઉલટુ મોદી પોતાને જબરદસ્તી પછાત બનાવીને જાતિવાદને ખુલીને રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. જો તે જન્મથી પછાત હોત તો શું આરએસએસ તેમને ક્યારેય પીએમ બનવા દેત? આમ પણ શ્રી કલ્યાણ સિંહ જેવાના આરએસએસે શું ખરાબ હાલત કરી છે તે શું દેશ નથી જોઈ રહ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X