For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભારત બચાવો' રેલીમાં સોનિયા ગાંધીઃ ભારતની આત્માને તાર તાર કરી દેશે નાગરિકતા કાયદો

રાજધાની દિલ્લીના રામલીલા મેદાનમમાં કોંગ્રેસ પાર્ટીએ 'ભારત બચાવો' રેલીનુ આયોજન કર્યુ. બધાએ આ દરમિયાન સત્તાધારી પાર્ટી પર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્લીના રામલીલા મેદાનમમાં કોંગ્રેસ પાર્ટીએ ભારત બચાવો રેલીનુ આયોજન કર્યુ. આ રેલીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના નેતા રાહુલ ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાગ લીધો. આ બધાએ આ દરમિયાન સત્તાધારી પાર્ટી પર નિશાન સાધ્યુ. પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ, કોઈ પણ વ્યક્તિ સમાજ અને દેશની જિંદગીમાં ક્યારેક ક્યારેક એવો સમય આવે છે કે તેણે આ પાર કે પેલે પારનો નિર્ણય લેવો પડે છે. આજે એ જ સમય આવી ગયો છે. દેશને બચાવવો હોય તો આપણે કઠોર સંઘર્ષ કરવો પડશે.

Sonia gandhi

સોનિયા ગાંધીએ કહ્યુ કે, 'યુવા બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અને તેમની સામે અંધારુ જ અંધારુ છે. ખેડૂતોની દશા જોઈને ખૂબ દુઃખ થાય છે. કારણકે ખેડૂતોને ના વિજળીની સુવિધા, ના પાણીની કે ના ખાતર, બીજની સુવિધા મળે છે. પાકના યોગ્ય ભાવ પણ મળતા નથી. તેમને બે ટંકનુ ભોજન પણ નથી મળી રહ્યુ. આપણે તેમના માટે સંઘર્ષ કરવા માટે તૈયાર છે કે નહિ.'

તેમણે કહ્યુ, 'આજે તો અંધેર નગરી ચોપટ રાજા જેવો માહોલ છે. આખો દેશ પૂછી રહ્યો છે, સબકા સાથ સબકા વિકાસ ક્યાં છે. અર્થવ્યવસ્થા આ રીતે કેમ નષ્ટ થઈ ગઈ. રોજગાર ક્યાં ગયા. તમે જ કહો આની તપાસ થવી જોઈએ કે નહિ. કાળુ નાણુ ક્યાં ગયુ, કોની પાસે છે. આના માટે કાયદો બનાવ્યો પરંતુ કાળુ નાણુ ક્યાં છે. આ વાતની તપાસ થવી જોઈએ કે નહિ. કંપનીઓને વેચવાના વિરોધમાં તપાસ થવી જોઈએ કે નહિ. આજે આપણા પૈસા બેંકોમાં પણ સુરક્ષિત નથી, ઘરોમાં પણસુરક્ષિત નથી.'

તેમણે આગળ કહ્યુ, આજનો માહોલ એવો બની ગયો છે કે જ્યારે મરજી પડે ત્યારે કોઈ કલમ લગાવી દો કોઈ કલમ હટાવી દો. રાજ્યોના દરજ્જા બદલી દો. જ્યારે મરજી થાય રાષ્ટ્રપતિ શાસન હટાવી દો, કોઈ ચર્ચા વિના બિલ પાસ કરી દો. આ બંધારણ દિવસને મનાવવાનો દેખાડો કરે છે અને દરરોજ બંધારણની ધજિયા ઉડાવે છે. મોદી-શાહને આ વાતની પરવા નથી કે જે સીએબી કાયદો આ લાવ્યા છે તે ભારતની આત્માને તાર તાર કરી દેશે. જેવુ અસમ અને ઉત્તરપૂર્વા બાકીના રાજ્યોમાં થઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃ દિલ્લીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની 'ભારત બચાવો' રેલી આજેઆ પણ વાંચોઃ દિલ્લીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની 'ભારત બચાવો' રેલી આજે

English summary
modi shah are not bothered at all that CAB will shred the soul of india said sonia gandhi in bharat bachao rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X