PM પહેલા ‘મેડમ’ પાસે જતી હતી બધી ફાઇલ્સઃ મોદી

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 એપ્રિલઃ બારુના પુસ્તકને લઇને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પણ યુપીએ સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું છેકે પુસ્તકે કોંગ્રેસનો પર્દાફાશ કર્યો છે. મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં આપણે ઘણું પતન જોયું છે. પુસ્તકમાં એ સત્યને જણાવવામાં આવ્યું છે. આપણે એક હાદસો જોયો છે, જેણે આખા દેશને બરબાદ કરી દેશે. જે વ્યક્તિએ આ પુસ્તક લખ્યું છે, તે પીએમઓમાં મહત્વપૂર્ણ પદ પર હતા. તેમનું કહેવું છેકે ફાઇલ પાસ થતાં પહેલા સોનિયા મેડમ પાસે જતી હતી. ત્યારબાદ તે વડાપ્રધાન પાસે મોકલવામાં આવતી હતી.

narendra-modi
બીજી તરફ સંજય બારુના દાવાઓને પીએમઓ બાદ હવે નાણામંત્રી પી.ચિદમબરમે પણ ખારીજ કર્યાં છે. ચિદમબરમે એ આરોપોને ખોટા ઠેરવ્યા છેકે સરકારનું નિયંત્રણ સોનિયા ગાંધી પાસે હતું. બીજી તરફ કોંગ્રેસે આરોપ મુક્યા છેકે પીએમના મીડિયા સલાહકાર હતા તે દરમિયાન પોતાની હદની બહાર જઇને કામ કરી રહ્યાં હતા, પરંતુ આઇબીએન 7 સાથે ખાસ વાતચીતમાં સંજય બારુએ જણાવ્યું કે તેમના પુસ્તકમાં કંઇ જ ખોટું નથી.

આ પહેલા વડાપ્રધાન કાર્યાલયે પણ બારુના પુસ્તકને એક કલ્પના ગણાવી હતી. આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ તો સંજય બારુના દાવાઓને કાયદાકિય દૃષ્ટિએ તપાસવાની ચેતાવણી આપી દીધી છે, પરંતુ બારુ પોતાની વાત પર અડગ છે. નોંધનીય છેકે સંજય બારુના પુસ્તકે ચૂંટણી સમયે ભાજપના હાથમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર હુમલાઓ કરવાનો બારૂદ આપી દીધો છે. તેવામાં આ પુસ્તકના ટાઇમિંગને લઇને પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

English summary
Narendra Modi today targeted Congress President Sonia Gandhi over the contents in a book by PM's former media adviser, alleging that a "remote" was running the government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X