મોદી ગુજરાતનું 'રમખાણ મોડેલ' MPમાં પણ લાગુ કરવા માગે છે: રાજ બબ્બર

દેવાસ, 23 નવેમ્બર: કોંગ્રેસ સાંસદ રાજ બબ્બરે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા ગઇકાલે જણાવ્યું કે ગુજરાતમાં તેમના શાસનમાં રમખાણો થયા, માટે તેમને મધ્ય પ્રદેશમાં આવીને વિકાસની વાત કરવાનો કોઇ હક નથી.

ફિલ્મ અભિનેતા બબ્બરે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં દેવાસમાં પાર્ટી ઉમેદવાર રેખા વર્માના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે મોદી ગુજરાતનું 'રમખાણ મોડેલ' મધ્ય પ્રદેશમાં પણ લાગુ કરવા માગે છે. તેમણે પોતાના ભાષણમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર પણ નિશાનો સાધ્યો.

raj babbar
તેમણે ભાજપાની નીતિઓની ટીકા કરતા જણાવ્યું કે આ પક્ષે હંમેશાથી દેશ અને સમાજને વહેચવાનું કામ કર્યું છે. તેમણે કોંગ્રેસ ઉમેદવારને વિજય બનાવવાનો અનુરોધ કરતા જણાવ્યું કે લોકો જે રીતે પોતાના ભગવાનની આરાધના કરે છે, તેવી જ રીતે પ્રજાતંત્રમાં ચૂંટણી પણ આરાધના સમાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X