નરેન્દ્ર મોદી રહેશે સામાન્ય ચૂંટણીમાં BJPના પોસ્ટર બોય : સૂત્ર

નવી દિલ્હી, 6 ઑગસ્ટ : ભારતીય જનતા પાર્ટીએ આગામી ચૂંટણી માટે પોતાની ચૂંટણી અભિયાન સમિતિના પ્રમુખ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટર બોય બનાવવાનું મન બનાવી લીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય ચૂંટણીમાં મોદી જ પાર્ટીનો ચહેરો રહેશે.

સૂત્રો અનુસાર આગામી ચૂંટણી માટે ભાજપાએ પોતાનું નવું સૂત્ર પણ તૈયાર કરી લીધું છે. આવનાર સમયમાં ભાજપા નવા સૂત્ર 'નવો વિચાર, નવી આશા'ની સાથે લોકો સમક્ષ આવે તેવું માનવામાં આવે છે.

narendra modi
સૂત્રોના જણાવ્યા અનુસાર પોસ્ટરમાં મોદીનો ચહેરો અને કમળનું ચિહ્ન હશે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાના ચૂંટણી પ્રચાર દરમિયાન પોસ્ટરમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇનો ચહેરો અને કમળનું ચિહ્ન રહેતું હતું.

જ્યારે બીજેપી સંસદીય બોર્ડના નેતા વૈંકયા નાયડુએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાર્ટી હૈદરાબાદમાં 11 ઑગસ્ટના રોજથી પોતના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X