For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણાથી 'બેટી બચાઓ, બેટી પઢાઓ' કાર્યક્રમની શરૂઆત કરશે PM

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 1 જાન્યુઆરી: દેશમાં બાલ લિંગાનુપાતમાં ઘટાડો અને બાળકીઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રવ્યાપી યોજનાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહીને હરિયાણામાં પાનીપતથી 'બેટી બચાઓ, બેટી પઢાઓ' કાર્યક્રમની શરૂઆત કરશે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આજે જણાવ્યું કે હરિયાણામાં ભાજપ સરકારના ગઠન બાદ પોતાની પહેલી યાત્રામાં વડાપ્રધાન 22 જાન્યુઆરીના રોજ હરિયાણાના પાનીપતમાં કાર્યક્રમની શરૂઆત કરશે.

ખટ્ટરે અત્રે એક જાહેરાતમાં જણાવ્યું કે દેશમાં ઘટતા લિંગાનુપાતના પ્રતિકૂળ પ્રભાવને રોકવા અને તેની ગંભીર સમસ્યાને ઉકેલવાની દિશામાં 'બેટી બચાઓ, બેટી પઢાઓ' એક રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ છે.

modi
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવતીઓ અથવા તેના જન્મ બાદ લોકોની માનસિકતામાં પરિવર્તન લાવવાનો છે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ હેઠળ દૂરદૂરના વિસ્તારોમાં લિંગ નિર્ધારણની રોકધામ, કન્યા ભ્રૂણ હત્યા, યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા, તેમની સારી દેખભાળ કરવાની બાબતોનો સમાવેશ થાય છે.

'બેટી બચાઓ, બેટી પઢાઓ' કાર્યક્રમ હરિયાણાના 12 જિલ્લામાં લાગુ કરવામાં આવશે. આ જિલ્લાઓનું નામ મહેન્દ્રગઢ, ઝજ્જર, સોનીપત, રેવાડી, અંબાલા, કુરુક્ષેત્ર, રોહતક, કરનાલ, યમુનાનગર, કૈથલ, ભિવાની અને પાનીપત છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કાર્યક્રમની શરૂઆત થવા પર આ મહીને 20 અને 21 જાન્યુઆરીના રોજ બે દિવસીય સંગોષ્ઠી સહ સમ્મેલનનું પણ આયોજન કરવામાં આવશે.

English summary
PM Narendra Modi will start 'Beti bachao, Beti Padhao' programme from Haryana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X