• search

તસવીરોમાં જુઓ અમેરિકામાં નરેન્દ્ર મોદીનો વટ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    વોશિંગ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પર ઘણા પ્રકારના મુદ્દાઓ અને મહત્વપૂર્ણ પાસાઓ વિશે ચર્ચાઓ થઇ રહી છે પરંતુ એક પાસુ એવું પણ છે કે જેના પર અત્યારે આખી દુનિયાની નજરો મંડાયેલી છે.

    મોદીના નવરાત્રિ ઉપવાસ, ન્યૂક્લિયર ડીલ, ડબ્લૂયટીઓ, ઇરાક, અફઘાનિસ્તાન અને આવા ઘનાઓ મુદ્દાઓથી અલગ અત્યારે નરેન્દ્ર મોદી પોતાની ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેંટના લીધે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનેલા છે. નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ માટે ખાસ કરીને મુંબઇના ફેશન ડિઝાઇનર ટ્રોય કોસ્ટાની સાથે ટાઇઅપ કર્યું હતું.

    જેવો દેશ એવો વેશ

    જેવો દેશ એવો વેશ

    આમ તો મોટાભાગે આપણા ચિરપરિચિત અડધી બાંયના કુર્તા-પાયજામા તથા નેહરુ જેકેટ અને અલગ-અલગ રંગોના બંધગળાના સૂટમાં જોવા મળે છે, પરંતુ પોતાની અમેરિકા યાત્રામાં તે દરેક કાર્યક્રમમાં અલગ પહેરવેશ અને અલગ અંદાજમાં જોવા મળી રહ્યાં છે.

    મુંબઇના ડિઝાઇનરે આપી ટિપ્સ

    મુંબઇના ડિઝાઇનરે આપી ટિપ્સ

    પાંચ દિવસોની આ અમેરિકા યાત્રા દરમિયાન દ્રિપક્ષીય બેઠકો, પબ્લિક મીટિંગ અને ડિનર જેવા ઘણા બધા કાર્યક્રમોને ધ્યાનમાં રાખતાં મુંબઇના ફેશન ડિઝાઇનર ટ્રોય કોસ્ટાની દેખરેખ હેઠળ નરેન્દ્ર મોદી માટે આઉટફિટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

    ફેશન ગુરૂઓને પડ્યું પસંદ

    ફેશન ગુરૂઓને પડ્યું પસંદ

    ટ્રોયની મહેનત અને નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ અમેરિકામાં ખૂબ વખાણાઇ રહ્યું છે. અમેરિકા અને દુનિયાભરમાં ફેશનના જાણકારોનું માનવું છે કે નરેન્દ્ર મોદી પાસે પહેરવેશ અને વેશભૂષા અને રંગની સારી સમજણ છે અને એક નેતા હોવાના નાતે તેમનામાં પર્યાપ્ત ઉર્જા છે.

    ભીડથી અલગ દેખાઇ છે મોદી

    ભીડથી અલગ દેખાઇ છે મોદી

    ફેશન એક્સપર્ટ્સનું માનીએ તો નરેન્દ્ર મોદીનો પહેરવેશ અને તેમને ભીડ અલગ કરે છે. એક્સપર્ટ્સના અનુસાર ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા પહેરવામાં આવતા સુંદર રંગોવાળા ફિટ બંધ કોલરનું જેકેટ, બંધ કોલરનો શર્ટ, કફલિંક્સ અને પોકેટ સ્ક્વેર સૌથી અલગ અને ભવ્ય લાગે છે.

    દરેક અંદાજ લાજવાબ

    દરેક અંદાજ લાજવાબ

    ફેશન ગુરૂઓના અનુસાર અમેરિકા યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીની હેરસ્ટાઇલ, સુંદર દાઢી, તેમના બૂટ અને પહેરવેશ તેમની સારી ફેશન સેંસને દર્શાવે છે. પોતાના પહેરવેશની સાથે તે એકદમ શાલીન લાગે છે.

    શરૂઆતથી જ સજાગ જોવા મળ્યા મોદી

    શરૂઆતથી જ સજાગ જોવા મળ્યા મોદી

    ફેશન એક્સપર્ટ્સના અનુસાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી જ્યારે પોતાની પ્રથમ અમેરિકાની યાત્રા પર ગયા તો, પ્રવાસની શરૂઆતથી જ તે પોતાના પહેરવેશને લઇને સજાગ જોવા મળ્યા. જ્યાં ફ્રૈંકફર્ટ એરપોર્ટૅ પર નરેન્દ્ર મોદી કુર્તા, અને સફેદ ચૂડીદાર પાયજામની સાથે ભૂરા રંગના જૂતામાં જોવા મળ્યા. તો બીજી તરફ ન્યૂયોર્કમાં તેમણે સુંદર રીતે પોતાના કપડાંની પસંદગી કરી હતી.

    મોદી એક શાનદાર પર્સનાલિટીવાળા વ્યક્તિ

    મોદી એક શાનદાર પર્સનાલિટીવાળા વ્યક્તિ

    ન્યૂયોર્ક પહોંચતાં નરેન્દ્ર મોદી કાળા રંગના પેંટ અને સફેદ શર્ટની સાથે બરગંડી જેકેટમાં ફ્લાઇટમાં ઉતર્યા. નરેન્દ્ર મોદીના ડિઝાઇનર કોસ્ટાનું માનીએ તો નરેન્દ્ર મોદી એક શાનદાર વ્યક્તિત્વવાળા વ્યક્તિ છે. તેમના માટે ડિઝાઇન કરવું કોસ્ટા માટે એક શાનદાર અનુભવ રહ્યો.

    મળી રહ્યાં છે ફૂલ માર્ક્સ

    મળી રહ્યાં છે ફૂલ માર્ક્સ

    અમેરિકા પહોંચ્યા પછી તે ત્યાં વિભિન્ન કાર્યક્રમો, બેઠકો અને સમારોહમાં નરેન્દ્ર મોદીના અલગ પહેરવેશ અને અલગ અંદાજને વખાણવામાં આવી રહ્યો છે.

    હવે ભારત પુનરાગમનની રાહ

    હવે ભારત પુનરાગમનની રાહ

    એક ઓક્ટોબરના રોજ ભારત પુનરાગમન પહેલાં તેમણે અત્યારે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો અને આ દરમિયાન પહેરવેશ અને વેશભૂષા પર ધ્યાન આપનારાઓની નજર તેમના દરેક પહેરવેશ પર રહેશે.

    English summary
    Prime Minister Naredra Modi's different style statement in US visit. He is getting full marks for his fashion sense on this important and big visit.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more