For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

35 બાથરૂમ અને 14 ગેસ્ટરૂમવાળા બ્લેયર હાઉસમાં રોકાશે નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન: નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકા યાત્રા હેઠળ વોશિંગ્ટન પહોંચશે તો વ્હાઇટ હાઉસના બ્લેયર હાઉસમાં રોકાશે. બ્લેયર હાઉસ કોઇપણ અમેરિકન રાષ્ટ્રપતિનું આધિકારિક ગેસ્ટ હાઉસ છે.

190 વર્ષ જુનં આ બ્લેયર હાઉસ વોશિંગ્ટન પ્રવાસ દરમિયાન તેમનું આધિકારિક નિવાસ સ્થળ હશે. આ પહેલાં જ્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ અમેરિકાની યાત્રા પર ગયા હતા તો તે આ બ્લેયર હાઉસમાં રોકાયા હતા.

મેડિસન સ્ક્વેર ગાર્ડને મોદીને પણ બનાવ્યા રૉકસ્ટારમેડિસન સ્ક્વેર ગાર્ડને મોદીને પણ બનાવ્યા રૉકસ્ટાર

વર્ષ 1824માં નિર્માણ પામેલું બ્લેયર હાઉસ અમેરિકાના પોલિટિકલ, કુટનીતિક અને સાંસ્કૃતિક ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. વ્હાઇટ હાઉસના આ બ્લેયર હાઉસના ઇતિહાસ પર એક નજર કરીએ અને જોઇએ તેની કેટલીક ખાસ તસવીરો.

ટ્વિટર પર લોકોને યાદ આવ્યો મોદીનો અમેરિકાનો પ્રથમ પ્રવાસટ્વિટર પર લોકોને યાદ આવ્યો મોદીનો અમેરિકાનો પ્રથમ પ્રવાસ

વ્હાઇટ હાઉસની ઇઇઓ બિલ્ડિંગની સામે

વ્હાઇટ હાઉસની ઇઇઓ બિલ્ડિંગની સામે

વર્ષ 1824માં નિર્મિત બ્લેયર હાઉસ વ્હાઇટ હાઉસની આઇશેનહોવર એગ્ઝિક્યૂટિવ ઓફિસની સાથે સ્થિત છે. તેનું નિર્માણ અમેરિકી સેનાના આંઠમા સર્જન જનરલ જોસેફ લોવેલના ખાનગી ઘર તરીકે થયું હતું.

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિના સલાહકારે ખરીદ્યું

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિના સલાહકારે ખરીદ્યું

વર્ષ 1836માં તેને અમેરિકાના સાતમા રાષ્ટ્રપતિ એંડ્ર્યૂ જેક્સનના સલાહકાર અને તેમના અંગત ફ્રૈસિસ બ્લેયર એંડ્ર્યૂ જેક્સને ખરીદી લીધું હતું. ફ્રૈંસિસ એક ન્યૂઝપેપર પબ્લિશર હતા.

વર્ષ 1942માં બનેલું આધિકારિક ગેસ્ટ હાઉસ

વર્ષ 1942માં બનેલું આધિકારિક ગેસ્ટ હાઉસ

વર્ષ 1942માં બ્લેયર હાઉસને અમેરિકન સરકારે ખરીદી લીધું અને ત્યારથી અ અમેરિકન રાષ્ટ્રપતિના મહેમાનો માટે આધિકારિક ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ લેવામાં આવે છે. ખાસ કરીને તેમાં અધ્યક્ષ અને આ પ્રકારના ખાસ મહેમાન રોકાય છે.

9 સ્ટાફ બેડરૂમ

9 સ્ટાફ બેડરૂમ

બ્લેયર હાઉસમાં ઘણી કોંફ્રેસ રૂમ અને સિટિંગ રૂમ છે. આ ઉપરાંત તેમાં 9 સ્ટાફ બેડરૂમ, 4 ડાઇનિંગ રૂમ, 14 ગેસ્ટ બેડરૂમ, 35 બાથરૂમ, કિચન, લોન્ડ્રી, એક્સરસાઇઝ માટે એક રૂમ, એક હેર સલુન અને એક ફ્લાવર શોપ પણ છે.

અમેરિકાના ઘણા ઐતિહાસિક નિર્ણયોના સાક્ષી

અમેરિકાના ઘણા ઐતિહાસિક નિર્ણયોના સાક્ષી

બ્લેયર હાઉસનું મહત્વ અમેરિકી ઇતિહાસમાં ખૂબ છે. અહીંયા કેટલાક ખાસ રૂમ છે અને રૂમમાં ઘણી એવી રણનીતિઓ પર ચર્ચા કરવામાં આવે છે. આ રૂમમાં મીટિંગ્સ થાય છે અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે.

વ્હાઇટ હાઉસ જતાં પહેલાં અહીં રોકાઇ છે રાષ્ટ્રપતિ

વ્હાઇટ હાઉસ જતાં પહેલાં અહીં રોકાઇ છે રાષ્ટ્રપતિ

બ્લેયર હાઉસ જ તે સ્થળ છે જ્યાં કોઇ પણ ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઇસમાં જતાં પહેલાં રોકાઇ છે. એવામાં જો તેને અમેરિકન રાષ્ટ્રપતિનું પ્રથમ આધિકારિક નિવાસ સ્થાન કહેવામાં આવે તો કદાચ ખોટું હશે નહી.

 રાષ્ટ્રપતિના મોત પર અહીં આવે છે શોક સંદેશ

રાષ્ટ્રપતિના મોત પર અહીં આવે છે શોક સંદેશ

તો બીજી તરફ તેનાથી અલગ જ્યારે કોઇપણ અમેરિકન રાષ્ટ્રપતિનું મોત થઇ જાય છે તો આ જગ્યા પર તેમના પરિવાર માટે પૂર્વ રાષ્ટ્રપતિઓ, પૂર્વ પ્રથમ અમેરિકી મહિલાઓ, વિદેશી નેતાઓ અને તેમના સંબંધીઓ માટે ફોન આવે છે.

 ઘણા પ્રકારના ફૂલ

ઘણા પ્રકારના ફૂલ

બ્લેયર હાઉસનો બગીચો પણ પોતાનામાં ખૂબ ખાસ છે. કહેવામાં આવે છે કે અહીં લગભગ હજારો પ્રકારના છોડ લાગેલા છે.

ચીફ ઑફ પ્રોટોકૉલની જવાબદારી

ચીફ ઑફ પ્રોટોકૉલની જવાબદારી

ચીફ ઑફ પ્રોટોકૉલમી ઓફિસની જવાબદારી હોય છે કે તે અહીં આવનાર કોઇપણ મહેમાનનું અહીંયા પર આવતાં પહેલાં રાહ જુએ અને તેમની દરેક જરૂરિયાતને તાત્કાલિક પુરી કરે.

English summary
Narendra Modi will stay at Blair House of White House. It is an official guest residence of any US President.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X