વારાણસીથી મોદીના ટેકેદાર બનવા માટે રાજી થયા છન્નૂ લાલ મિશ્ર

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

વારાણસી, 21 એપ્રિલ: વારાણસીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ટેકેદાર બનવા માટે બનારસ ઘરાનાના શાસ્ત્રીય પરંપરાના મશહૂર ગાયક પં. છન્નૂલાલ મિશ્ર રાજી થઇ ગયા છે.

છન્નૂ લાલ મિશ્રએ કહ્યું કે હું કોઇપણ પાર્ટીની સાથે નથી. મને ફક્ત નવી સરકાર પાસે એ આશા હશે કે કાશીમાં ગંગા અને સંગીત માટે તે કંઇક કરે. તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના ખાસ ને યૂપીમાં ભાજપને મજબૂતી અપાવવામાં લાગેલા અમિત શાહ મારી પાસે આવ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે હું મોદીનો ટેકેદાર બની જાવ તો મેં તેમનો આ પ્રસ્તાવ સહર્ષ સ્વિકારી લીધો.

chhannulal-mishra

કહેવામાં આવે છે કે ટેકેદારોમાં એક ચાવાળો પણ છે. શહેરના જાણિતા પપ્પૂ ચાવાળાએ નરેન્દ્ર મોદીના ટેકેદાર બનવાની હામી ભરી દિધી છે. તે આમ કરીને પોતાને ગૌરવાન્વિત સમજી રહ્યાં છે. નરેન્દ્ર મોદી 24 એપ્રિલના રોજ વારાણસીથી ઉમેદવારી પત્ર દાખલ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શરણાઇ વાદક ઉસ્તાક બિસ્મિલ્લાહ ખાનના પુત્ર જામીન હુસૈને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારના ટેકેદાર બનવાની મનાઇ કરી દિધી છે.

English summary
Classical singer Channulal Mishra has given his consent to be a Modi proposer. "I am impressed with Modi and wish him all success," he said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X