Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હસીન જહાં ઘ્વારા પુરાવા રજુ કરવામાં આવ્યા, શમીની મુસીબત વધશે

ટીમ ઇન્ડિયાના બોલર મોહમ્મદ શમી અને પત્ની હસીન જહાં વચ્ચેનો વિવાદ હજુ ઉકેલાયો નથી. મોહમ્મદ શમી ટીમ ઇન્ડિયા સાથે ઇંગ્લેન્ડ ટૂર પર છે.

ટીમ ઇન્ડિયાના બોલર મોહમ્મદ શમી અને પત્ની હસીન જહાં વચ્ચેનો વિવાદ હજુ ઉકેલાયો નથી. મોહમ્મદ શમી ટીમ ઇન્ડિયા સાથે ઇંગ્લેન્ડ ટૂર પર છે. તો બીજી બાજુ તેની પત્ની હસીન જહાંએ તેની મુસીબત વધારી નાખી છે. હસીન જહાં ઘ્વારા મોહમ્મદ શમી પર ફરી એકવાર આરોપો લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ તેના કેટલાક દસ્તાવેજો પણ સોશ્યિલ મીડિયા પર રજુ કર્યા છે. હસીન જહાં એ મોહમ્મદ શમી પર ખોટી ઉંમર બતાવવાનો આરોપ લગાવ્યો છે.

હસીન જહાં ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે મોહમ્મદ શમીએ તેની ઉમર અંગે બીસીસીઆઈ સામે ખોટું બોલ્યું છે. તેની મોહમ્મદ શમીની કથિત આઇટી ડીટેલ પણ ફેસબૂક પર શેર કરી નાખી છે. હસીન જહાં ઘ્વારા મોહમ્મદ શમી પર ગોટાળો કરવાનો આરોપ લગાવ્યો છે. તેને મોહમ્મદ શમીનું વોટર આઈડી કાર્ડ, તેની ધોરણ 10 અને 12 ની માર્કશીટ પણ શેર કરી દીધી છે. હસીન જહાં ઘ્વારા શેર કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર મોહમ્મદ શમી 1.1.2001 દરમિયાન 21 વર્ષના થઇ ચુક્યા હતા. જયારે શમીની એક ધોરણ 12 માર્કશીટ છે જેમાં શમી જન્મ તારીખ 3.9.1990 છે. હસીન જહાં ઘ્વારા મોહમ્મદ શમીની ધોરણ 10 અને 12ની માર્કશીટ, ડ્રાઈવિંગ લાઇસન્સ, બેંક ચેકબુક અને વોટર આઈડી કાર્ડ પણ શેર કરવામાં આવ્યું છે.

મોહમ્મદ શમી 420

મોહમ્મદ શમી 420

આ દસ્તાવેજો શેર કરવાની સાથે સાથે હસીન જહાં ઘ્વારા મોહમ્મદ શમીની 420 ગણાવવામાં આવ્યો અને લખ્યું કે સ્ટાર હોવાને કારણે તેને આટલો સપોર્ટ મળી રહ્યો છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે હસીન જહાં ઘ્વારા મોહમ્મદ શમી પર અલગ અલગ યુવતીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. તેને સાસરી પક્ષ પર મારપીટ અને દહેજ ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે.

4 વર્ષ પછી મોડેલિંગ

4 વર્ષ પછી મોડેલિંગ

હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ઘણા સંઘર્ષ પછી મોડેલિંગ મળી હતી. તેને કહ્યું કે મોહમ્મદ શમી સાથે વિવાદ પછી તેની દીકરીની જવાબદારી પણ તેમના પર આવી ગયી. હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મારી દીકરીને કોઈ પણ પરેશાની ના થયા અને તેને એક સારું ભવિષ્ય મળે એટલા માટે હું ફરી મોડેલિંગ તરફ પાછી આવી છું.

15 કિલો વજન ઓછું કર્યું

15 કિલો વજન ઓછું કર્યું

હસીન જહાં ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેને ફિલ્મ માટે પણ ઓફર મળી છે. હસીન જહાં ઘ્વારા મોહમ્મદ શમી પાસે દર મહિને 10 લાખ રૂપિયા ભથ્થું માંગવામાં આવ્યું હતું. તેને પોતાના અને પોતાની દીકરીના ભરણપોષણ માટે આ ભથ્થું માંગ્યું હતું. હસીન જહાં એ મોડેલિંગમાં પાછા આવવા માટે ઘણી મહેનત પણ કરી છે. તેને લગભગ 15 કિલો વજન પણ ઓછું કર્યું છે.

બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ

બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ

આપણે જણાવી દઈએ કે પત્ની હસીન જહાં ઘ્વારા ક્રિકેટર મોહમ્મદ શમી પર બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેને તેમની વાતચીત ના સ્ક્રીન શોટ પણ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી દીધા હતા. હસીન જહાં ઘ્વારા શમી અને તેના પરિવાર પર તેને મારવાની કોશિશ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

ચેટ પર થતી ગંદી વાતો

ચેટ પર થતી ગંદી વાતો

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમી પર તેમની પત્ની ઘ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હસીન જહાં ઘ્વારા તેની ફેસબૂક વોલ પર તેને સંબંધિત પોસ્ટ પણ કરવામાં આવી. જેમાં વહાર્ટસપ સ્ક્રીન શોટ શેર કરવામાં આવ્યા છે. આ સ્ક્રીન શોટ શમી અને બીજી યુવતીઓ સાથે ચેટ બતાવી રહી છે.

શેર કર્યા ઘણા ફોટો

શેર કર્યા ઘણા ફોટો

હસીન જહાં ઘ્વારા તેના પતિ મોહમ્મદ શમી વિરુદ્ધ જે પુરાવા આપવામાં આવ્યા છે. તેમાં છોકરીઓ સાથે કરવામાં આવેલી ચેટ અને સ્ક્રીન શોટ છે. જેમાં અશ્લીલ વાતો કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ શમી ની ગર્લફ્રેન્ડ બતાવીને ઘણી વિદેશી મહિલાઓ ઘ્વારા ફોટો પણ શેર કરવામાં આવ્યા છે.

જૂન 2014 દરમિયાન થયા હતા લગ્ન

જૂન 2014 દરમિયાન થયા હતા લગ્ન

આપણે જણાવી દઈએ કે ક્રિકેટર મોહમ્મદ શમી અને હસીન જહાં બંનેના લગ્ન જૂન 2014 દરમિયાન થયા હતા. બંને લગ્ન પહેલા એકબીજા ને ઓળખતા હતા. બંનેને એક દીકરી પણ છે. જેનું નામ આયરા છે. લગ્ન પહેલા હસીન જહાં એક મોડલ પણ રહી ચુકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X