For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહને સંઘની સલાહ, દિલ્હીમાં 'ગઠજોડની સરકાર' ના બનાવે ભાજપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જુલાઇ: દિલ્હીમાં 'ગઠજોડની સરકાર' બનાવવાની કોશીશોમાં લાગેલી ભાજપને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે ભાજપને ફટકાર લગાવતા ચેતવ્યા છે કે આનાથી આખા દેશમાં ખોટો સંદેશ જશે. સૂત્રો અનુસાર, સંઘ પ્રમુખ મોહન ભાગવતે ભાજપ અધ્યક્ષ અમિત શાહને સલાહ આપી છે કે એવું કોઇ પગલું ના ભરવામાં આવે જેનાથી લાગે કે પાર્ટી સત્તાની ભૂખી છે.

જોકે શુક્રવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ નાગપુર સ્થિત સંઘ મુખ્યાલાયમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. ભાજપ અધ્યક્ષ બન્યા બાદ અમિત શાહ પહેલીવાર સંઘ પ્રમુખને મળ્યા. કહેવામાં આવી રહ્યું છે કે નાગપુરમાં થયેલી આ મુલાકાતમાં આગામી મહીનાઓમાં ચાર રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં સંઘના સમર્થનને લઇને ચર્ચા થઇ.

mohan bhagwat
સૂત્રો જણાવે છે કે સંઘ પ્રમુખ મોહન ભાગવતે સ્પષ્ટ કરી દીધું છે કે ભવિષ્યમાં ઘણા રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં સંઘ કાર્યકર્તા ભાજપની કોઇ મદદ નહીં કરે. એક અંગ્રેજી દૈનિકમાં છપાયેલા સમાચારો અનુસાર મોહન ભાગવતે અમિત શાહને દિલ્હીમાં નવેસરથી ચૂંટણી કરાવવાની સલાહ આપી છે. સાથે જ એ પણ કહ્યું છે કે તે તમામ વચનો પૂરા કરવામાં આવે જે તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે કર્યા છે.

સંઘ પ્રમુખે પાર્ટી પ્રમુખ રણનીતિકાર શાહને સ્પષ્ટ કરી દીધું છે કે લોકસભા ચૂંટણીમાં આરએસએસે ભાજપનો ભરપૂર સહયોગ કર્યો હતો. સમર્થનનું કારણ હતું કે દેશ માટે મુશ્કેલીભર્યો સમય હતો, એવામાં એક મજબૂત અને નિર્ણાયક સરકારની દેશને જરૂરીયા હતી. સંઘે શાહને સલાહ આપી છે કે તેની પર નિર્ભર રહેવાને બદલે પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન આપવામાં આવે. સાથે જ ભાગવતે મહારાષ્ટ્રમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનને મજબૂત બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.

English summary
RSS chief Mohan Bhagwat advises BJP's New president Amit shah to win Delhi through Assembly polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X