પાંચ કિલોનો ગેસ સિલિન્ડર રૂપિયા 492માં, ભરી શકાશે પેટ્રોલ પંપ પર

શહેરના દક્ષિણી ઉપનગરમાં સરકારી કંપની ભારત પેટ્રોલિયમના એક રિટેલ વેચાણ કેન્દ્ર પર મોઇલીએ એલપીજી(રસોઇ ગેસ)ની મુક્ત બજાર યોજનાનો આરંભ કરતા કહ્યું કે, નવી રજૂઆત ક્રાન્તિકારી છે, કારણ કે, તેનાથી 35 ટકા જનતાને લાભ થશે. આ આબાદી એક સ્થળેથી બીજા સ્થળે જનારા લોકો માટે છે.
મોઇલીએ કહ્યું કે, આ યોજનાથી પોતાનુ ઘર છોડીને બીજા સ્થળે રહેતા લોકો જેમ કે, છાત્રો, આઇટી કામ કરનારા, સહયોગી કર્મચારીઓ અને અસંગત અવધિમાં કામ કરનારા લાભાન્વિત હશે, આ સિલિન્ડર તેમને લાવા લઇ જવા અને જ્યારે પણ જરૂરિયાત હશે, પેટ્રોલ પંપો પર તેને ભરી શકાશે.
મંત્રીએ અંતર-કંપની એલપીજી પોર્ટેબલિટી યોજનાની પણ ઘોષણા કરી. આ યોજનાથી ઉપભોક્તા સરકારી સ્વામિત્વવાળી કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમની કોઇપણ કંપનીની અદલાબદલી કરી શકાશે.












Click it and Unblock the Notifications
