For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોઈન કુરેશી, જેના કારણે સીબીઆઈમાં મચેલુ છે ઘમાસાણ

દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈમાં જે દંગલ ચાલી રહ્યુ છે તેના તાર ક્યાંકને ક્યાંક મોઈન કુરેશી સાથે જોડાયેલા છે.

|
Google Oneindia Gujarati News

2014 માં જ્યારે રંજીત સિન્હાના ઘરની મુલાકાતી ડાયરી લીક થઈ તો સામે આવ્યુ કે સીબીઆઈ ડાયરેક્ટર અને મોઈન કુરેશી વચ્ચે 15 મહિનામાં 70 મુલાકાતો થઈ હતી. વર્ષ 2017 માં ઈડીએ મોઈન કુરેશી સામે એફઆઈઆર દાખલ કરી તો તેમાં સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર એ પી સિંહનું નામ પણ શામેલ હતુ. હાલમાં દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈમાં જે દંગલ ચાલી રહ્યુ છે તેના તાર ક્યાંકને ક્યાંક મોઈન કુરેશી સાથે જોડાયેલા છે.

આ પણ વાંચોઃ CBI પર અરુણ જેટલીઃ CVCની મોનીટરીંગમાં SIT કરશે આરોપી અધિકારીઓની તપાસઆ પણ વાંચોઃ CBI પર અરુણ જેટલીઃ CVCની મોનીટરીંગમાં SIT કરશે આરોપી અધિકારીઓની તપાસ

કોણ છે મોઈન કુરેશી?

કોણ છે મોઈન કુરેશી?

જાણીતી દૂન સ્કૂલ અને સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ભણેલા ઉત્તરપ્રદેશના રામપુરના નિવાસી મોઈન કુરેશી જો કે દિલ્લીમાં વર્ષોથી સક્રિય હતા પરંતુ જ્યારે વર્ષ 2014માં આવકવેરા વિભાગે તેમના છતરપુર નિવાસ, રામપુર અને બીજી પ્રોપર્ટી પર છાપા માર્યા ત્યારે તે પ્રકાશમાં આવ્યા. કહેવાય છે કે આ જગ્યાઓ પર તેમને માત્ર કરોડો રૂપિયા જ નહોતા મળ્યા પરંતુ કુરેશી અને બીજા મહત્વના લોકોની વાતચીતની ટેપ પણ મળ્યા હતા જે કદાચ મીટ-નિકાસ અને કથિત હવાલા ઓપરેટરે પોતે જ રેકોર્ડ કર્યા હતા. ચૂંટણી માથે હતી - ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદનના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી સભામાં ‘10 જનપથના એક નજીકના નેતા', આ મીટ-નિકાસકાર કંપન અને હવાલાને જોડી દીધા.

આ રીતે કસાયો ગાળિયો

આ રીતે કસાયો ગાળિયો

પોલિસી-પેરાલિસિસ અને ગોટાળાના ઘણા પ્રકારના આરોપો ઝેલી રહેલી યુપીએ-2 સરકારને એક વિદેશી ખુફિયા એજન્સીએ દૂબઈથી એક વિદેશી બેંકમાં કરોડો રૂપિયાના મની ટ્રાન્સફરની સૂચના આપી. સાથે એ પણ એલર્ટ કર્યુ કે પૈસા મોકલનાર આ વ્યક્તિ ભારતીય છે.

અકબરપુરની એ ચૂંટણી સભામાં નરેન્દ્ર મોદીએ એ પણ કહ્યુ હતુ, ‘ટીવી ચેનલે કહ્યુ કે કેન્દ્ર સરકારના ચાર મંત્રી આ મીટ એક્સપોર્ટ કરતી કંપની સાથે જોડાયેલા હતા. આ હવાલા કાંડના કારોબારમાં... ' મોદીના તે ભાષણમાં જે વાતનો ઉલ્લેખ નહોતો આવ્યો તે હતોઃ રેડ પહેલા થયેલી તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે સીબીઆઈના ઘણા મોટા અધિકારી અને કોર્પોરેટ જગતના ઘણા જાણીતા લોકો મોઈન કુરેશીના સંપર્કમાં છે.

મોઈન કુરેશીએ 90 ના દાયકામાં ઉત્તરપ્રદેશના રામપુરમાં એક કસાઈખાનાથી પોતાનો વેપાર શરૂ કર્યો હતો. કુરેશી વિસે કહેવાય છે કે તેમણે થોડાક વર્ષોમાં જ દિલ્લીના રાજકારણીઓ અને અધિકારીઓમાં પોતાની ઓળખ જમાવી લીધી અને પછી શરૂ થયો ‘લેવડ-દેવડ અને ફિક્સિંગનો ધંધો.' આવનારા વર્ષોમાં કુરેશી ભારતના સૌથી મોટા માંસ વેપારી બની ગયા. કુરેશીએ 25 અલગ અલગ કંપનીઓ ખોલી જેમાંથી એક કંસ્ટ્રક્શમ કંપની અને ફેશન કંપની પણ શામેલ છે. હાલમાં તેમની સામે હવાલા અને સંગ્રહ મામલે ઈડીની તપાસ ચાલુ છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ ઈડી દ્વારા દાખલ કરાયેલ એક એફઆઈઆરમાં સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર એ પી સિંહનું નામ પણ શામેલ છે. ઈડીએ આવકવેરા વિભાગ પાસેથી જે બ્લેકબેરી મેસેજ મેળવ્યા છે ‘તે મુજબ કુરેશીએ અલગ અલગ લોકોને તેમના કામ કરાવવાના નામે ઢગલો રૂપિયા લીધા હતા.' તેના પર એ વાતની પણ કપાસ થઈ રહી છે કે કથિત રીતે તેણે વિદેશોમાં 200 કરોડથી વધુ છૂપાવી રાખ્યા છે અને તે દેશના મોટા ટેક્સચોરોમાંથી પણ એક છે.

સીબીઆઈ પર પડછાયો

સીબીઆઈ પર પડછાયો

દેશની સૌથી મોટી તપાસ એજન્સીના નંબર એક ડાયરેક્ટર આલોક વર્મા અને નંબર ટુ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનામાં જે રસ્સાકશી ચાલી રહી હતી અને જે મામલો હવે દિલ્લી હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે તે પણ મોઈન કુરેશી સાથે જોડાયેલો છે.
ભારતના ઈતિહાસમાં પહેલી વાર સીબીઆઈએ પોતાના જ સ્પેશિયલ ડાયરેક્ટર સામે હૈદરાબાદમાં સ્થિત બિઝનેસમેન સતીષ બાબુ સનાની ફરિયાદ પર ષડયંત્ર રચવા અને ભ્રષ્ટાચારની કલમોમાં એફઆઈઆર નોંધાવી. તેની સામે અસ્થાનાએ દિલ્લી હાઈકોર્ટમાં અરજી આપી હતી પરંતુ હાઈકોર્ટે તપાસને રોકવાની મનાઈ કરી દીધી. આ મામલે એજન્સીએ પોતાના જ એક ડેપ્યુટી એસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ પણ કરી હતી જેમને એક વિશેષ અદાલતે સાત દિવસના પોલિસ રિમાન્ડ પર મોકલી દીધા છે. સતીષ બાબુ સાથે જે પૂછપરછ સીબીઆઈ કરી રહી હતી તે મોઈન કુરેશી સાથેના તેમના સંબંધો અંગેની હતી. સતીષ બાબુનો દાવો છે કે તેમણે પોતાની સામે તપાસ રોકવા માટે ત્રણ કરોડની લાંચ આપી.

બે કરોડની લાંચ લેવાનો આરોપ

બે કરોડની લાંચ લેવાનો આરોપ

ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ આ મામલે એક પાંસુ એ પણ છે કે અસ્થાનાએ કેબિનેટ સેક્રેટરીને મોકલેલી એક ચિઠ્ઠીમાં વર્મા પર સતીષ બાબુ સના પાસેથી બે કરોડની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઈ કાર્મિક વિભાગ હેઠળ આવે છે જેનો કારભાર સ્વયં પ્રધાનમંત્રી પાસે છે. પ્રધાનમંત્રીએ સોમવારની સાંજે સીબીઆઈ ડાયરેક્ટરને પોતાના ઘરે બોલાવ્યા હતા. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો છે કે મોદી તપાસને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે, ‘પ્રધાનમંત્રીએ સીબીઆઈ અને રૉ ના પ્રમુખને પોતાના ઘરે કેમ બોલાવ્યા? શું તે સીબીઆઈ અને રૉ ના અધિકારીઓ સામે ચાલી રહેલી તપાસને પ્રભાવિત કરવા માટે હતુ? પ્રધાનમંત્રીએ એ લોકોને શું નિર્દેશ આપ્યા?' એ પણ વિડંબણા છે કે 2014 સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ મોઈન કુરેશીને તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નજીકના ગણાવ્યા હતા અને કહ્યુ હતુ કે તેમના (સોનિયાની) નજીકના હોવાથી આવકવેરા વિભાગ કુરેશી સામે તપાસ નથી કરી રહ્યુ. હવે લગભગ ચાર વર્ષથી પણ ઓછા સમયમાં મોદીની નજીક ગણાતા રાકેશ અસ્થાના પર મોઈન કુરેશી સાથે જોડાયેલ એક મામલે લાંચ લેવાના આરોપ અંગે કેસ દાખલ થયો છે.

મીટ-વેપારને નવા પરિમાણ

મીટ-વેપારને નવા પરિમાણ

જો કે મોઈન કુરેશીને જાણનારા તેની સાતે જોડાયેલા વિવાદિત પાસાંઓ પર વાત કરવાની સ્પષ્ટ મનાઈ કરે છે પરંતુ તેમનુ કહેવુ છે કે આ વ્યક્તિએ મીટ-એક્સપોર્ટને એક નવી દિશા આપી. મેરઠમાં હાજર મીટ વેપારી અને નિકાસકાર યૂસુફ કુરેશી કહે છે, ‘પહેલા અમારે ત્યાં સ્લોટર હાઉસમાં જાનવરોને કાપ્યા બાદ માંસ અને ચામડા ઉપરાંત બધા બીજા અંગો જેવા કે આંતરડા અને હાડકાંઓને ફેંકી દેવાતા હતા પરંતુ મોઈન કુરેશીએ તેની પ્રોસેસિંગનો સિલસિલો શરૂ કર્યો.' યૂસુફ કુરેશી કહે છે, ‘આખા દેશમાં આ કરનારા તે એકલા વ્યક્તિ હતા અને આ માલને પ્રોસેસિંગ બાદ ચીન, જર્મની અને બીજા દેશોમાં એક્સપોર્ટ કરતા હતા જેમાં તેમણે કરોડો કમાયા.' મીટ વેપાર સાથે જોડાયેલા લોકોનું કહેવુ છે કે આ રીતના કારણે ઘણા બધા લોકો માટે નવા રસ્તા ખુલ્યા. જો કે વિવાદ અને મોઈન કુરેશીનો સંબંધ 2014 માં જ શરૂ થયો એવુ નથી. થોડા વર્ષો પહેલા થયેલા તેમની દીકરીના લગ્ન પણ સમાચારોમાં ત્યારે છવાયા જ્યારે ફંક્શનમાં ગાવા માટે બોલાવવામાં આવેલા પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનને પાછા ફરતી વખતે ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સે રોકી લીધા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા મુજબ કુરેશીની દીકરી પરનિયા કુરેશીની અમેરિકી બેંકર અર્જૂન પ્રસાદ સાથે થયા જેમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. લગ્નના એક ડ્રેસની કિંમત જ લગભગ 80 લાખ રૂપિયા હતી. વર્તમાનપત્રનું કહેવુ છે કે એક નાઈટ ક્લબના લોન્ચ દરમિયાન અર્જૂન પ્રસાદ અને પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રા વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી અને બાદમાં આ લગ્ન તૂટી ગયા. પરનિયા કુરેશીએ બોલિવુડ હીરોઈન સોનમ કપૂરની ફિલ્મ આયેશા માટે કોસ્ચ્યુમ પણ ડિઝાઈન કર્યા હતા અને તેણે મુઝફ્ફર અલીની ફિલ્મ જાનિસારમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી છે.

નવાબી દોરમાં અફીણનો વેપાર મોટાપાયે થતો

નવાબી દોરમાં અફીણનો વેપાર મોટાપાયે થતો

રામપુર સ્થિત પત્રકાર શારિક કમાલ ખાન કહે છે, ‘કોઠી મુન્શી મજીદ અહીંનો જાણીતો વિસ્તાર છે પરંતુ મોઈન કુરેશીના કારણે નહિ પરંતુ તેમના પિતા મુન્શી મજીદ કુરેશીના કારણે વધુ જાણીતુ છે.' રામપુરના અમુક જૂના શહેરી મુન્શી મજીદને કુફિયા ફરોશોમાં - જે ખુફિયા ફરોશીનું બગડેલુ સ્વરૂપ છે તેમાંથી એક જણાવે છે જેમણે પહેલા અફીણના વેપારમાં પૈસા કમાયા અને બાદમાં ધીમે ધીમે બીજા ધંધા તરફ વળી ગયા. રુહેલખંડના આ વિસ્તાર - બરેલી, મુરદાબાદ, રામપુર વગેરેમાં નવાબી દોરમાં અફીણનો વેપાર મોટાપાયે થતો હતો.

આ પણ વાંચોઃ પીએમ મોદીને વર્ષ 2018ના સિયોલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવશેઆ પણ વાંચોઃ પીએમ મોદીને વર્ષ 2018ના સિયોલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવશે

English summary
Moin Quraishi who is in the fray due to the CBI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X