Monsoon : ગુજરાતમાં વાવણી કરવા લાયક વરસાદ ક્યારે? જાણો શું કહે છે હવામાન વિભાગ?

Monsoon : વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને ચોમાસું રાહ જોવડાવી રહ્યું છે. ગુજરાતમાં સમય કરતા 4 દિવસ વહેલા પ્રવેસેલુ ચોમાસું હાલ થોડુ ધીમુ પડ્યુ છે.

હવામાન વિભાગ અનુસાર, હાલ ચોમાસાની ગતિ નબળી પડી છે અને વરસાદ માટે કેટલાક દિવસ વધારે રાહ જોવી પડી શકે છે.

Monsoon

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી 20 જૂન આસપાસ થાય છે. જો કે આ વખતે ચોમાસું 4 દિવસ વહેલા દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરી ચુક્યુ છે. પરંતુ હવે ચોસામાની ગતિ નબળી પડી રહી છે.

હાલની સ્થિતીએ ગુજરાતમાં 20 જૂન સુધી ચોમાસું ફરીથી સક્રિય થવાની સંભાવના નહિવત છે. 22 જૂન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ શરૂ થાય તેવી શક્યતા રહેલી છે.

આ સિવાય છૂટા છવાયા વિસ્તારોમાં ગમે ત્યારે વરસાદ થઈ શકે છે પરંતુ મોટા પાયે વરસાદ માટે હમણા રાહ જોવી પડશે.
અમરેલી, ભાવનગર, વલસાડ અને નવસારી સહિતના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ આ જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદ થયો નથી.

આ સિવાય ચોમાસું મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે.

ગુજરાતમાં આવનારા પાંચ દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદની શક્યતા નથી.

હાલની સ્થિતિએ 20 જૂન પછી કદાચ ચોમાસું ફરી મજબૂત બને અને રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધે તેવી શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X