• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે, જાણો 10 મહત્વની વાતો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે આજથી સંસદનું 18 દિવસનું ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રમાં કેટલીય ચીજો પહેલીવાર થઈ રહી છે, જેમાં બંને સદનની બેઠક સવારે-સાંજે શિફ્ટમાં થશે અને સત્રમાં એકપણ અવકાશ નહિ હોય પણ સામેલ છે. સંસદ પરિસરમાં માત્ર એવા લોકોને જ પ્રવેશની મંજૂરી હશે, જેમની પાસે કોવિડ-19 સંક્રમણ ના હોવાની પુષ્ટિ કરતો રિપોર્ટ હશે અને આ દરમ્યાન લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત હશે. સત્રના પ્રારંભની પહેલા સાંસદો અને સંસદ કર્મચારીઓ સહિત 4000થી વધુ લોકોનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો. આ વખતે મોટાભાગના સંસદીય કામકાજ ડિજિટલ રીતે થસે અને સમગ્ર પરિસરને સંક્રમણમુક્ત બનાવવાની સાથે જ દરવાજાને પણ સ્પર્શમુક્ત બનાવવામાં આવશે.

ચોમાસુ સત્રની 10 મોટી વાતો

  • રવિવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદ પરિસરની મુલાકાત લઈ સ્વાસ્થ્ય સુરક્ષા ઉપાયો તથા અન્ય તૈયારીનો રિપોર્ટ લીધો. લોકસભા સ્પીકરે એન્ટ્રી ગેટથી લઈ સભા કક્ષ સુધી તમામ જગ્યાને જીણવટપૂર્વક જોયા અને જે કંઈ કમી દેખાણી તેને તાત્કાલિક દૂર કરવા કહ્યું.
  • ઓમ બિરલાએ સૌથી પહેલા પ્રવેશ દ્વારનું નિરીક્ષણ કર્યું અને ત્યાં લગાવવામાં આવેલ થર્મલ કેમેરાની કાર્યપ્રણાલીને સમજી. નિરીક્ષણ બાદ લોકસભા અધ્યક્ષે કહ્યું કે સંસદનું મૉનસૂન સત્ર વિપરીત પરિસ્થિતિઓમાં આયોજિત કરવામાં આવી રહ્યા છે. ચોમાસુ સત્ર માટે સ્વાસ્થ્ય સુરક્ષાના દુરુસ્ત ઈંતેજામ કરવામાં આવ્યા છે.
  • લોકસભા અધ્યક્ષે જણાવ્યુ્ં કે સત્રથી પહેલા તમામ સાંસદો અને તેના પરિજનોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તમામ સાંસદોને સેનેટાઈઝર, માસ્ક, ગ્લવ્સ સહિત અન્ય સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધી સામગ્રીની કિટ મોકલવામાં આવી છે. સંસદના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો પણ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.
  • મૉનસૂન સત્ર દરમ્યાન પરિસરમાં કોવિડ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે. જો કોઈ સભ્યને સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ થાય છે તો તેના ઉચિત ઉપચારની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પીકરે એમ પણ જણાવ્યું કે સંસદ પરિસરમાં એક નિયંત્રણ કક્ષ સતત સેવારત છે, જે સાંસદોની કોવિડ 19 જરૂરતોનું નિવારણ કરશે.
  • મૉનસૂન સત્ર 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી આયોજન દરમ્યાન સુધી માનક પરિચાલન પ્રક્રિયાઓ મુજબ સાંસદો, બંને સદનોના સચિવાલયોના કર્મીઓ તથા કાર્યવાહી કવર કરતા મીડિયાકર્મીઓને કોવિડ 19ની તપાસ કરાવવા કહેવામાં આવ્યું હતું અને આ તપાસ સત્ર શરૂ થયાથી 72 કલાકથી વધુ પહેલા ના હોવી જોઈએ.
  • મૉનસૂન સત્રમાં ભારત- ચીન સીમા પર ગતિરોધ, કોરોનાવાયરસ મહામારીથી નિપટવા અને આર્થિક સ્થિતિ જેવા મુદ્દા છવાયેલા રહે તેવી સંભાવના છે. વિપક્ષી પાર્ટીઓ આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે, જ્યારે સરકારની નજર બે ડઝન બિલ પાસ કરાવવા પર છે.
  • જણાવી દઈએ કે સરકારની નજર 23 બિલ પર ચર્ચા અને તેને પાસ કરાવવા પર છે. જેમાં 11 એવા બિલ છે જે અધ્યાદેશોનું સ્થાન લેશે. જેમાંથી ચાર બિલનો વિપક્ષીદળ વિરોધ કરી શકે છે. આ ચારેય બિલ કૃષિ ક્ષેત્ર અને બેંકિંગ નિયમન સાથે જોડાયેલા અધ્યાદેશોનું સ્થાન લેશે.
  • વિપક્ષી દળોએ કોરોનાથી નિપટવા, અર્થવ્યવસ્થાની સ્થિતિ અને લદ્દાખમાં સીમા પર ચીની આક્રમકતા જેવા મહત્વપૂર્ણ મુદ્દા પર સરકારને ઘેરવાનો ફેસલો કર્યો છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ લોકસભા અધ્યક્ષની અધ્યક્ષતામાં કાર્યમંત્રણ સમિતિની પહેલી બેઠકમાં આ માંગોને ઉઠાવી પરંતુ આ ચર્ચાઓ માટે અત્યાર સુધી સમય આપવામાં આવ્યો નથી.
  • લોકસભા માટે કાર્યમંત્રણા સમિતિની બેઠક ફરી એકવાર 15 સપ્ટેમ્બરે થશે. જેમાં પહેલા અઠવાડિયા માટે કાર્યને લઈ મુદ્દા પર ચર્ચા થશે. કોંગ્રેસે રાજ્યસભાની કાર્ય મંત્રણા સમિતિમાં પણ આવા પ્રકારની માંગ કરી. પૂર્વ પ્રેસિડેન્ટ પ્રણવ મુખરજી અને હાલના તથા પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે બંને સદનોની કાર્યવાહી શરૂ થશે. શ્રદ્ધાંજલિ બાદ સદનની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરી દેવામાં આવશે.
  • જે બાદ રાજ્યસભામાં ઉપસ્થિત બદ માટે ચૂંટણી થશે, જ્યારે લોકસભામાં હોમ્યોપેથી કેન્દ્રીય પરિષદ એક્ટ 2020 અને ભારતીય ઔષધી કેન્દ્રીય પરિષદ (સંશોધન) એક્ટ 2020 રાખવામાં આવશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે સરકાર બીએસસી દ્વારા નક્કી કરાયેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે અને તમામ દળોને સહયોગ કરવાની અપીલ કરી છે.

English summary
monsoon session starting from today, 23 bill to debated, know all the details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X