મોન્સુન અપડેટઃ ગોવા, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક દરિયાકાંઠે ભારે વરસાદ
ઉત્તરપૂર્વીય રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. વળી, આ જ સમયગાળા દરમિયાન આસામ, અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં હળવાથી સામાન્ય તેમજ અમુક દૂરના સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.
ઉત્તરપૂર્વીય રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. વળી, આ જ સમયગાળા દરમિયાન આસામ, અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં હળવાથી સામાન્ય તેમજ અમુક દૂરના સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગે ગુરુવારે આગાહી કરી છે કે ચોમાસુ તેની નિયત સામાન્ય સ્થિતિમાં રહેશે તેમજ આવતા 56 દિવસોમાં સક્રિય રહેશે. આવતા 48 કલાક દરમિયાન ઉત્તર બંગાળની ખાડી અને આસપાસના પ્રદેશમાં લો પ્રેશર બની શકે છે.
"આવતા 45 દિવસોમાં મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં ચોમાસાની હાલની સ્થિતિ યથાવત રહે તેવી સંભાવના છે. ઉત્તરપશ્ચિમ ભારતમાં આજથી વરસાદ વધે તેવી શક્યતા છે. વળી, આવતા 23 દિવસોમાં ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદ ચાલુ રહેશે" તેમ તેમાં ઉમેરવામાં આવ્યુ હતુ.
આવતા 4 દિવસોમાં અરબ સાગર અને બંગાળની ખાડીના મોટાભાગના સ્થળોએ દરિયાની સ્થિતિ વધુ રફ થાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ ચોમાસામાં વરસાદની વહેંચણી કોંકણ, ગોવા, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક દરિયાકાંઠે ભારે વરસાદ, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદ, કેરળ, ઉત્તર તેલંગાના, તમિલનાડુ, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, જમ્મુ કાશ્મીર, પંજાબ, પૂર્વ ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, અંદમાન અને નિકોબાર, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડી શકે છે.












Click it and Unblock the Notifications
