મોન્સુન અપડેટઃ આજે એમપી, ઉત્તરાખંડમાં ભારે વરસાદની આશંકા

ભારતીય હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે અને કહ્યુ છે કે આવતા 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે અને કહ્યુ છે કે આવતા 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. વિભાગે કહ્યુ છે કે એમપીમાં આવતા 24 કલાકમાં ઉજ્જૈન, ગ્વાલિયર, શાજાપુર, ભિંડ, પન્ના, શ્યોપુરકલા, દતિયા, ડિંડોરી, અનુપપુર, રીવાલ, બાલાઘાટ, સતના, આગર, મંદસૌર અને નીમચ જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ઉજ્જૈનસ, ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, ચંબલ, સાગર, જબલપુર, શહડોલ જિલ્લાઓમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ થઈ શકે છે.

rain

વળી, ઉત્તરાખંડના લગભગ બધા ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે. ગઢવાલમાં પીડી, હરિદ્વાર અને કુમાઉમાં અલમોડા અને નૈનીતાલ જિલ્લાઓમાં સૌથી વદુ વરસાદ થવાનુ અનુમાન છે. પ્રશાસને પણ અહીંના લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.

rain

કેરળમાં ભારે વરસાદની સંભાવના

આ ઉપરાંત આજે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાના, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલપ્રદેશ, ગુજરાતના કેટલાક પ્રદેશોય તટિય કર્ણાટક અને કેરળમાં અમુક અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

rain

હવામાન વિભાગ ભોપાલ મુજબ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ તેમજ આસપાસ સહિત દક્ષિણ ઉત્તરપ્રદેશમાં હવાના ઓછા દબાણનું ક્ષેત્ર બન્યુ છે અને સાથે હવાના ઉપરના ભાગમાં 5.8 કિમી ની ઉંચાઈ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલુ છે જેના કારણે આખા મધ્યપ્રદેશમાં સારો વરસાદ થઈ શકે છે. તને સેટેલાઈટ ઈમેજ દ્વારા વાદળોની યથાસ્થિતિ જાણી શકો છો. આ ફોટા ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X