મોન્સુન અપડેટઃ ઓડિશા, પૂર્વ રાજસ્થાનમાં અતિ ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશા, પૂર્વ રાજસ્થાન તેમજ ઉત્તર આંધ્રપ્રદેશ દરિયાકાંઠે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશા, પૂર્વ રાજસ્થાન તેમજ ઉત્તર આંધ્રપ્રદેશ દરિયાકાંઠે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

લેટેસ્ટ બુલેટિનમાં જણાવ્યા મુજબ ઉત્તરાખંડ, કોંકણ, ગોવા, છત્તીસગઢ, કેરળ, કર્ણાટક દરિયાકાંઠે તેમજ તેલંગાનામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
વળી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, ગંગેટીક પશ્ચિમ બંગાળ, પશ્ચિમ રાજસ્થાન, હિમાચલપ્રદેશ, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભ, અંતરિયાળ કર્ણાટક, તમિલનાડુ અને મધ્ય મહારાષ્ટ્રના અમુક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

અંદમાન નિકોબાર ટાપુઓ તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશા દરિયાકાંઠે પવનની ગતિ 35-45 કિમી પ્રતિ કલાકથી 55 કિમી પ્રતિ કલાકની થવાની સંભાવના છે. માછીમારોને આ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

પૂર્વ મધ્યપ્રદેશના મધ્ય ભાગ અને તેની આસપાસના વિસ્તારમાં લો પ્રેશર ચાલુ છે અને બીજુ લો પ્રેશર ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં દરિયાની સપાટીથી 7.6 કિમી સુધી આગળ વધ્યુ છે.
ચોમાસાનો પશ્ચિમ છેડો તેની સામાન્ય પરિસ્થિતિની દક્ષિણ તરફ આગળ વધી રહ્યો છે અને પૂર્વ છેડો તેની સામાન્ય સ્થિતિની નજીક છે જે દરિયાની સપાટીથી 2.1 કિમી ઉપર સુધી વિસ્તર્યો છે.
ઉપરની સિસ્ટમ અંતર્ગત આવતા 4-5 દિવસોમાં પૂર્વ, મધ્ય અને ઉત્તરપશ્ચિમ ભારતમાં મોટાભાગના સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
