For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ આગામી 24 કલાકમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ

આગામી 24 કલાકમાં ચોમાસુ વધુ ઉત્તર તરફ આગળ વધવાની સંભાવનાને પગલે આગામી 24 કલાકમાં ઉત્તરપ્રદેશના ઉત્તરી ભાગો, બિહાર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ, પશ્ચિમ હિમાલયના મોટાભાગના સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ.

|
Google Oneindia Gujarati News

આગામી 24 કલાકમાં ચોમાસુ વધુ ઉત્તર તરફ આગળ વધવાની સંભાવનાને પગલે આગામી 24 કલાકમાં ઉત્તરપ્રદેશના ઉત્તરી ભાગો, બિહાર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ, પશ્ચિમ હિમાલયના મોટાભાગના સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેમ ભારતીય હવામાન વિભાગના તાજેતરના સમાચારના જણાવવામાં આવ્યુ છે.

rain

વળી, ઉત્તરાખંડનો તળેટી પ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર, સબહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને મેઘાલયમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે તેમ આઈએમડીમાં ઉમેરવામાં આવ્યુ છે.

હિમાચલપ્રદેશ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને અરુણાચલપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર હરિયાણા, ચંદીગઢ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડીશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, કોંકણ અને ગોવા, રાયલસીમા, તમિલનાડુ, લક્ષદ્વીપ અને કર્ણાટક દરિયાકાંઠે ભારે વરસાદ પડવાની સંભાવના છે.

sat image

વળી ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે આસામ અને મેઘાલયના દૂરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પૂર્વીય ઉત્તરપ્રદેશ, સબ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમા આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ આવવાની સંભાવના છે તેમ તેમાં ઉમેરવામાં આવ્યુ હતુ.

sat image

જમ્મુ કાશ્મીર, ઉતરાખંડ, પંજાબ, ઉત્તર હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ અને ગોવા તેમજ તમિલનાડુમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તેમ તેમાં જણાવવામાં આવ્યુ છે. સબ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટક દરિયાકાંઠે ભારે વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે.

કોંકણ અને ગોવા તેમજ કર્ણાટક દરિયાકાંઠે ગુરુવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહારના મોટાભાગમાં, સબહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, કોંકણ અને ગોવા તેમજ કર્ણાટક દરિયાકાંઠે અને આસામ તેમજ મેઘાલયના મોટાભાગ, કેરળ, પૂર્વ ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, અરુણાચલપ્રદેશ અને હિમાચલપ્રદેશમાં અમુક જગ્યાએ, પંજાબ, દિલ્હી, હરિયાણા અને ચંદીગઢ, ગુજરાત, પૂર્વ મધ્યપ્રદેશ, ઝારખંડ, ગંગેટીક પશ્ચિમ બંગાળ, ઓડીશા, આંધ્રપ્રદેશ દરિયાકાંઠે તેમજ અંદમાન અને નિકોબાર ટાપુઓ પર ગઈકાલે 08.30 કલાકથી 17.30 કલાક સુધીમાં વરસાદ નોંધવામાં આવ્યો હતો.

English summary
momnsoon updates heavy rainfall expected northen states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X