For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 72 કલાકમાં દિલ્હી સહિત આ 5 રાજ્યોમાં મોનસૂન પહોંચશે

આગામી 72 કલાકમાં દિલ્હી સહિત આ 5 રાજ્યોમાં મોનસૂન પહોંચશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભીષણ ગરમીનો માર સહન કરી રહેલ દિલ્હીવાસીઓ માટે શુભ સમાચાર છે. હવામાન વિભાગ મુજબ દિલ્હીમાં જલદી જ મોનસૂન પહોંચવાની સંભાવના છે. દિલ્હીની સાથોસાથ હરિયાણા, યૂપી સહિત અન્ય કેટલાય રાજ્યોમાં પણ મૉનસૂન દસ્ત આપે તેવી ઉમ્મીદ જતાવવામાં આવી છે. આગામી 2-3 દિવસમાં મૉનસૂન ઉત્તર ભારતના આઠ રાજ્યો તરફ વધી શકે છે. હવામાન વિભાગની તાજા અપડેટ મુજબ દિલ્હીમાં આગામી 72 કલાકમાં વરસાદની સંભાવના છે. દિલ્હીની સાથોસાથ હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં પણ મૉનસૂન દસ્તક આપશે.

72 કલાકમાં દિલ્હીમાં વરસાદ થશે

72 કલાકમાં દિલ્હીમાં વરસાદ થશે

ભારતીય હવામાન વિભાગના અધિકારી નરેશે જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમ ભારતના હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા મધ્ય પ્રદેશના શેષ ભાગમાં આગામી 72 કલાકમાં મૉનસૂન દસ્તક આપશે. ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ આગામી બે દિવસમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે આગામી પાંચ દિવસમાં ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આ અઠવાડિયું મુંબઈમાં સતત વરસાદ થશે તેવું અનુમાન જતાવ્યું છે.

આગામી 4-5 દિવસમાં 8 રાજ્યમાં વરસાદ થશે

આગામી 4-5 દિવસમાં 8 રાજ્યમાં વરસાદ થશે

હવામાન વિભાગ મુજબ રાજધાની દિલ્હીમાં આ વખતે પહેલાની અપેક્ષાએ ઓછો વરસાદ થવાની અપેક્ષા છે. રાજધાની દિલ્હીની સાથોસાથ હરિયાણા અને ચંદીગઢના કેટલીય જગ્યાએ પહેલાની સરખામણીએ 25-50 ટકા હળવો અને મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

દિલ્હીવાસીઓને વરસાદનો ઈંતેજાર

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બેથી ત્રણ દિવસમાં દિલ્હીમાં વરસાદ થઈ શકે છે. દિલ્હી, નોયડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાજિયાબાદમાં વરસાદની સંભાવના જતાવવામાં આવી રહી છે. હવામાન વિભાગના આ અપડેટ બાદ એ સ્પષ્ટ છે કે દલિ્હીમાં આ અઠવાડિયે મૉનસૂન તેજ દસ્તક આપશે.

મુંબઈમાં વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત

મુંબઈમાં વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત

મુંબઈમાં બે દિવસમાં 550 મીમી વરસાદ થયો છે જે પાછલા એક દશકમાં બે દિવસમાં થયેલ સૌથી વધુ વરસાદ છે. સોમવારે સવારે થયેલ ભારે વરસાદના કારણે શહેમાં કેટલાય સ્થાનો પર પાણી ભરાઈ ગયું જેના કારણે ટ્રાપિક જામ પણ થયો અને ટ્રેનની અવરજવર પર પણ અસર પડ્યો છે, જો કે પ્રશાસન પોતાનું કામ કરી રહ્યું છે પરંતુ વરસાદ ન અટકતાં મુંબઈમાં લોકોના હાલ બેહાલ છે, કેટલાય લોકો કલાકો સુધી જામમાં ફસાયા.

ગુજરાતમાં 6030 કરોડના GST કૌભાંડો, 282 ફર્મ તપાસ હેઠળગુજરાતમાં 6030 કરોડના GST કૌભાંડો, 282 ફર્મ તપાસ હેઠળ

English summary
monsoon will hit delhi within next 72 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X