બીજેપીના નવા રાજ્ય અધ્યક્ષોમાં મોટાભાગના બીજી પાર્ટીમાંથી આવેલા, જાણો કોણ કેટલા મજબુત?

બીજેપી સંગઠનમાં મોટ ફેરફાર કરી રહી છે અને આ ક્રમમાં પાર્ટીએ ઘણા રાજ્યાધ્યક્ષોની નિમણૂક કરી છે. બીજેપીએ કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીની તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. તે સિવાય એનટીઆરની પુત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુની સંબંધી ડી. પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.

આ સિવાય બીજેપીએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીને ઝારખંડ અને સુનીલ જાખરને પંજાબના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. બીજેપીના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખોમાં ત્રણ અગાઉ કોઈ અન્ય પક્ષ સાથે સંકળાયેલા હતા.

BJP

સુનિલ જાખડ
પંજાબ બીજેપીના નવા અધ્યક્ષ સુનીલ જાખડ ગયા વર્ષે કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયા હતા. સુનીલ જાખડનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યો છે અને જાખડ પોતે 2017 થી 2021 સુધી પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે. આ સિવાય તે 2012 થી 2017 સુધી વિધાનસભામાં નેતા વિપક્ષ પણ રહી ચુક્યા છે. જાખડ 2002માં પહેલી વખત અબોહર વિધાનસભા સીટથી ધારાસભ્ય બન્યા હતા અને 2017 સુધી ત્રણ ટર્મ રહ્યા.

બીજેપી સાંસદ વિનોદ ખન્નાના અવસાન બાદ પેટાચૂંટણીમાં ગુરદાસપુર લોકસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટ પર સુનીલ જાખડ ચૂંટણી જીત્યા હતા. આ સિવાય સુનીલ જાખડના પિતા ડૉ. બલરામ જાખડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તે 10 વર્ષ સુધી લોકસભાના સ્પીકર પણ રહ્યા.

બલરામ જાખડને મધ્યપ્રદેશના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા. પંજાબના અબોહર જિલ્લામાં જાખડ પરિવારનો ભારે રાજકીય દબદબો છે અને પડોશી જિલ્લાઓમાં મજબૂત પકડ છે.

સુનીલ જાખડના ભત્રીજા સંદીપ જાખડ હજુ પણ કોંગ્રેસના ધારાસભ્ય છે. પંજાબમાં કોંગ્રેસનો પર્યાય ગણાતા કેપ્ટન અમરિન્દર સિંહ બાદ સુનીલ જાખરે પાર્ટીથી અલગ થયા બાદ સ્પષ્ટ થયું હતું કે પંજાબમાં પાર્ટીનો કિલ્લો હવે તુટી રહ્યો છે. તેમણે ગયા વર્ષે મે મહિનામાં કોંગ્રેસ છોડી અને કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી નોટિસ મળ્યાના દિવસ બાદ જ બીજેપીમા જોડાયા.

ડી. પુરંદેશ્વરી
ડી. પુરંદેશ્વરી આંધ્રપ્રદેશ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. પુરંદેશ્વરી 9 વર્ષ પહેલા બીજેપીમાં જોડાયા હતા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના સ્થાપક એનટી રામારાવની પુત્રી છે. તેણીએ દગ્ગુબાતી વેંકટેશ્વર રાવ સાથે લગ્ન કર્યા છે. જે કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. TMC અને કોંગ્રેસમાં રહેલા વેંકટેશ્વરે 2019ની વિધાનસભા ચૂંટણીમાં YSR કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી.

પુરંદેશ્વરી 2009માં કોંગ્રેસની ટિકિટ પર વિશાખાપટ્ટનમ લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા અને મનમોહન સિંહ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પણ હતા. જો કે 2014ની લોકસભા ચૂંટણી પહેલા તે બીજેપીમાં જોડાયા અને 2014માં બીજેપીની ટિકિટ પર રાજમપેટથી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા.

બાબુલાલ મરાંડી
ઝારખંડના પ્રથમ મુખ્યમંત્રી રહેલા બાબુલાલ મરાંડીને રાજ્યના નવા બીજેપી પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે. મરાંડીએ 2020માં ઝારખંડ વિકાસ મોરચાનું બીજેપીમાં વિલિનીકરણ કર્યું હતું. આ પહેલા તેમને 2006માં બીજેપી છોડીને પોતાની પાર્ટી બનાવી હતી.

મરાંડીએ તેમની રાજનીતિની શરૂઆત બીજેપી સાથે કરી હતી. તે તેમના કોલેજકાળ દરમિયાન આરએસએસમાં જોડાયા અને પછી ઝારખંડની વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન સચિવ પણ બન્યા. 1991માં તે બીજેપીની ટિકિટ પર દુમકા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને હાર્યા. પછી 1996 માં તે ફરીથી શિબુ શોરેન સામે હાર્યા.

આખરે 1998માં તેમણે આખરે સંથાલથી શિબુ સોરેનને હરાવીને ચૂંટણી જીતી. તે બાદ 1998 થી 2000 સુધી ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી હતા. વર્ષ 2000 માં બિહારથી અલગ થયા પછી ઝારખંડ રાજ્યની રચના પછી તેમણે એનડીએના નેતૃત્વમાં રાજ્યની પ્રથમ સરકાર બનાવી. તેમની ગણતરી ઝારખંડના અગ્રણી આદિવાસી નેતાઓમાં થાય છે.

જી. કિશન રેડ્ડી
નવા પ્રદેશ પ્રમુખોમાં જી. કિશન રેડ્ડી એકમાત્ર એવા નેતા છે જે પહેલેથી જ બીજેપી સાથે રહ્યા છે. મોદી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી રહેલા જી. કિશન રેડ્ડીએ તેલંગાણાએ 1977માં જનતા પાર્ટીના યુવા નેતા તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. 1980માં બીજેપીની રચના બાદ તેઓ પાર્ટીમાં ફુલ ટાઈમ જોડાયા.

તેમણે અત્યારસુધીમાં બીજેપી યુવા મોરચા અને અને આંધ્ર પ્રદેશ બીજેપીમાં ઘણા હોદ્દાઓ પર સેવા આપી છે. રેડ્ડી 2002માં બીજેપી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ 2004માં પહેલી વખથ બીજેપીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. રેડ્ડી હિમાયતનગર વિધાનસભા બેઠક પરથી પહેલી વખત અને પછી 2009 અને 2014 માં અંબરપેટ વિધાનસભા મતવિસ્તારમાંથી ફરીથી ચૂંટણી જીત્યા.

તે 2010 થી 2014 સુધી આંધ્ર પ્રદેશના બીજેપી પ્રદેશ અધ્યક્ષ પણ હતા. ત્યારપછી 2014 થી 2016 સુધી તે તેલંગાણાના બીજેપી પ્રદેશ રહ્યા. 2016 થી 2018 સુધી રેડ્ડી તેલંગાણા વિધાનસભામાં બીજેપીના ફ્લોર લીડર હતા. 2019 થી તે પ્રથમ વખત તેલંગાણાની સિકંદરાબાદ બેઠક પરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા અને કેન્દ્રની મોદી સરકારમાં ગૃહ રાજ્યમંત્રીની જવાબદારી સોંપાઈ. 2021 થી રેડ્ડી કેન્દ્રીય પર્યટન મંત્રી, સંસ્કૃતિ મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી પણ છે.

આ સિવાય તેલંગાણામાં કેસીઆર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ઇ. રાજેન્દ્રને બીજેપીની ચૂંટણી પ્રબંધન સમિતિના વડા બનાવાયા છે. રાજેન્દ્ર જૂન 2021માં બીજેપીમાં જોડાયા હતા. પાર્ટીએ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીને પણ મહત્વની જવાબદારી સોંપી છે. રેડ્ડી ગયા એપ્રિલ મહિનામાં જ બીજેપીમા જોડાયા હતા. પાર્ટીએ તેમને બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય બનાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X