For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલ કિલ્લા પર હિંસા મામલે મોસ્ટ વૉન્ટેડ મનિંદર સિંહની ધરપકડ, ઘરમાંથી બે તલવારો જપ્ત

26 જાન્યુઆરીએ દિલ્લીમાં કાઢવામાં આવેલ ટ્રેક્ટર માર્ચ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસા મામલે દિલ્લી પોલિસને મોટી સફળતા મળી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 26 જાન્યુઆરીએ દિલ્લીમાં કાઢવામાં આવેલ ટ્રેક્ટર માર્ચ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસા મામલે દિલ્લી પોલિસને મોટી સફળતા મળી છે. દિલ્લી પોલિસની સ્પેશિયલ સેલે લાલ કિલ્લા પર તલવાર લહેરાવનાર અને હિંસા મામલે મોસ્ટ વૉન્ટેડ મનિંદર સિંહની રાજધાનીના પીતમ પુરા વિસ્તારથી ધરપકડ કરી લીધી છે. પોલિસ ટીમે સ્વરૂપ નગર વિસ્તારમાં સ્થિત મનિંદર સિંહના ઘરમાંથી બે તલવાર પણ જપ્ત કરી છે. પોલિસે મનિંદર સિંહની ધરપકડ બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉલ્લેખયનીય છે કે લાલ કિલ્લા પર થયેલી હિંસા મામલે મુખ્ય આરોપી દીપ સિદ્ધુ સહિત ઘણા લોકોની ધરપકડ પહેલા જ કરવામાં આવી ચૂકી છે.

manider

દિલ્લી પોલિસના જણાવ્યા મુજબ ગણતંત્ર દિવસ પર કાઢવામાં આવેલ ટ્રેક્ટર માર્ચ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસા મામલે મનિંદર સિંહ ઉર્ફે મોની મુખ્ય આરોપીઓમાંનો એક છે. લાલ કિલ્લા પર થયેલી હિંસા દરમિયાન લેવામાં આવેલ વીડિયોમાં મનિંદર સિંહ તલવાર લહેરાવતો જોવા મળ્યો હતો. 30 વર્ષીય મનિંદર સિંહ દિલ્લીના સ્વરૂપનગર વિસ્તારનો રહેવાસી છે. પોલિસે મનિંદર સિંહને મંગળવારે પીતમ પુરા વિસ્તારમાં બસ સ્ટૉપ પાસેથી પકડ્યો. ધરપકડ બાદ દિલ્લી પોલિસે મનિંદર સિંહના ઘરની તપાસ કરી જ્યાંથી બે તલવારો જપ્ત કરવામાં આવી છે.

ટ્રેક્ટર માર્ચ દરમિયાન થઈ હતી લાલ કિલ્લા પર હિંસા

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્લીની સીમાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન હેઠળ ગઈ 26 જાન્યુઆરીએ ખેડૂતોએ દિલ્લીમાં ટ્રેક્ટર માર્ચ કાઢી હતી અને આ દરમિયાન રાજધાનીના ઘણા વિસ્તારોમાં હિંસાના સમાચારો આવ્યા. અમુક જગ્યાએ પ્રદર્શનકારી ખેડૂતોની દિલ્લી પોલિસ સાથે ઝડપ પણ થઈ. આ દરમિયાન પ્રદર્શનકારીઓનુ એક સમૂહ દિલ્લીના લાલ કિલ્લા પર પહોંચ્યુ અને ત્યાં ધાર્મિક ઝંડો લહેરાવ્યો. આ હિંસામાં મોટી સંખ્યામાં દિલ્લી પોલિસના જવાનો ઘાયલ થયા હતા.

PM મોદી નેસકૉમ ટેકનોલૉજી એન્ડ લીડરશીપ ફોરમને કરશે સંબોધિતPM મોદી નેસકૉમ ટેકનોલૉજી એન્ડ લીડરશીપ ફોરમને કરશે સંબોધિત

https://gujarati.oneindia.com/news/india/pm-modi-will-be-speaking-at-the-nasscom-technology-and-leadership-forum-today-at-12-30-pm-065304.html

English summary
Most wanted Maninder Singh in Red Fort violence case arrested by Delhi police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X