For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસના દોષિતોની ફાંસીમાં વિલંબ પર બ્રિટિશ મહિલાનુ આવ્યુ નિવેદન

નિર્ભયા કેસમાં મોતની સજા મેળવેલ ચારે દોષિતોની ફાંસીમાં થઈ રહેલ વિલંબ પર બ્રિટિશ મહિલા ફિયોન મેકૉનનુ નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નિર્ભયા કેસમાં મોતની સજા મેળવેલ ચારે દોષિતોની ફાંસીમાં થઈ રહેલ વિલંબ પર બ્રિટિશ મહિલા ફિયોન મેકૉનનુ નિવેદન આવ્યુ છે. ફિયોન મેકૉનની 15 વર્ષની દીકરી સ્કારલેટની વર્ષ 2008માં ગોવામાં દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી હતી. 11 વર્ષ બાદ બૉમ્બે હાઈકોર્ટે આ કેસમાં સેમસન ડિસૂઝાને 10 વર્ષ જેલની સજા સંભળાવી હતી. આ ચર્ચિત કેસની તપાસ સીબીઆઈ કરી રહી હતી.

ફિયોને કહ્યુ - આ બહુ પીડાદાયક

ફિયોને કહ્યુ - આ બહુ પીડાદાયક

નિર્ભયાની મા આશા દેવીએ થોડા દિવસો અગાઉ કહ્યુ હતુ કે ચારે દોષિતોને એક-એક કરીને ફાંસી આપી દેવામાં આવે જેથી કાયદા સામે રમત રમનારનુ પરિણામ તેમને ખબર પડે. આના પર ફિયોન મેકૉને કહ્યુ કે આ બહુ પીડાદાયક છે. તેમણે કહ્યુ કે આટલો લાંબો વિલંબ ખરેખર ડરામણો છે. હું તેમની (નિર્ભયાની મા) પીડાને સમજી શકુ છે જે સાત વર્ષોથી દોષિતે ફાંસી પર લટકાવવાની રાહ જોઈ રહ્યા છે.

સ્કારલેટની 2008માં ગોવામાં રેપ બાદ થઈ હતી હત્યા

સ્કારલેટની 2008માં ગોવામાં રેપ બાદ થઈ હતી હત્યા

ફિયોન મેકૉન હાલમાં પોતાની બીજી દીકરી સાથે ગોવામાં છે, જે સ્કારલેટની હત્યા સમયે 11 વર્ષની હતી. ફિયોન મેકૉને કહ્યુ કે આ ખરેખર પીડાદાય છે કે પીડિતાના પરિવારને ન્યાય માટે આટલી રાહ જોવી પડી રહી છે. તેમણે કહ્યુ કે તે નિર્ભયા કેસ વિશે માહિતી મેળવતા રહે છે. તમને જણાવી દઈએ કે નિર્ભયાના ગુનેગારો સામે ડેથ વોરન્ટ જારી થઈ ચૂક્યો છે અને ચારે દોષિતોને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી પર લટકાવવાના છે.

ચારે દોષિતોને આપવાની છે 1 ફેબ્રુઆરીએ ફાંસી

ચારે દોષિતોને આપવાની છે 1 ફેબ્રુઆરીએ ફાંસી

ચારમાંથી બે દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. વળી, મુકેશની દયા અરજી પણ રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. પટિયાલા કોર્ટે દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવા માટે ડેથ વોરન્ટ જારી કર્યુ હતુ પરંતુ તેમાંથી એક દોષિતની દયા અરજીના કારણે ફાંસી ટાળી દેવામાં આવી અને કોર્ટે નવુ ડેથ વોરન્ટ જારી કરીને 1 ફેબ્રુઆરી, 2020 રોજ સવારે 6 વાગે દોષિતોને ફાંસી પર લટકાવવાનો આદેશ આપ્યો છે.

6 હેવાનોએ કર્યો હતો નિર્ભયાનો ગેંગરેપ

6 હેવાનોએ કર્યો હતો નિર્ભયાનો ગેંગરેપ

તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં દિલ્લીમાં 6 નરાધમોએ ચાલતી બસમાં પેરામેડીકલની છાત્રા નિર્ભયા સાથે ગેંગરેપ કર્યો હતો. દૂર્ઘટના સમયે પીડિતાનો દોસ્ત પણ બસમાં હતો. દોષિતોએ લોખંડની રૉડથી પીડિતા પર વાર કર્યો હતો. ત્યારબાદ પીડિતા અને દોસ્તને ચાલતી બસમાંથી બહાર ફેંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ પીડિતાએ હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન દમ તોડી દીધો હતો.

આ પણ વાંચોઃ કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી જયપુર હોસ્પિટલમાં ભરતીઆ પણ વાંચોઃ કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી જયપુર હોસ્પિટલમાં ભરતી

English summary
mother of scarlett keeling shared the pain of nirbhaya's family says- its painful
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X