• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

CJIને ક્લીન ચિટ પર ઈંદિરા જયસિંહે ઉઠાવ્યા સવાલ, કહ્યું- આ કૌભાંડ છે

|

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને યૌન ઉત્પીડનના મામલામાં ક્લીન ચિટ મળી ગઈ છે. સોમવારે સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોવાળી ઈન-હાઉસ કમિટીએ પુખ્તા સબુત ન મળતાં સીજેઆઈને યૌન ઉત્પીડનના આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટે ઈન્દિરા જયસિંહના 2003ના કેસનો ઉલ્લેખ કરીને કહ્યું હતુ્ં કે પેનલનો રિપોર્ટ જાહેર કરવામાં નહિ આવે. ત્યારે વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે આ સમગ્ર મામલાને કૌભાંડ ગણાવ્યું. તેમણે કમિટીના રિપોર્ટને જનહિતમાં સાર્વજનિક કરવાની માંગણી કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે કોર્ટ 2003ના કેસનો ઉલ્લેખ કરી રહી છે જેનો રિપોર્ટ દફનાવી દેવો એ કાયદા માટે ખરાબ બાબત હતી.

જણાવી દઈએ કે 2003માં સુપ્રીમ કોર્ટના જજની બેંચ જસ્ટિસ એસ રાજેન્દ્ર બાબૂ, જીપી માથુરે પોતાનો ફેસલો આપ્યો હતો. જેમાં ઈન્દિરા જયસિંહની જનહિતની અરજીને રદ કરી દેવામાં આવી હતી, જેમાં તેમણે તપાસની રિપોર્ટને જાહેર કરવાની માંગણી કરી હતી. 2003માં પણ કર્ણાટક હાઈકોર્ટે તત્કાલિન જજ પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો પરંતુ તેમને પણ ક્લીન ચિટ આપી દેવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટની બેંચે પોતાના ફેસલામાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ વિરુદ્ધ આંતરિક તપાસનો મુદ્દો ખુદની સંતુષ્ટિ છે. એવામાં આવા પ્રકારની તપાસ રિપોર્ટને સાર્વજનિક કરવામાં આવે તો આ સંસ્થાનને લાભ પહોંચાડવાને બદલે આ તેને વધુ નિકસાન પહોંચાડશે કેમ કે ફરી જજ ઈચ્છશે કે તેમની વિરુદ્ધ તપાસ થાય અને તેમની વિરુદ્ધ અભિયોગ ચાલે. બેંચે કહ્યું કે અરજદાર માટે આ યોગ્ય નથી કે તેઓ તપાસ રિપોર્ટ જાહેર કરવા માટે કોર્ટ પાસે માંગણી કરે.

બીજી બાજુ સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલના કાર્યાલયથી જાહેર નોટિસ મુજબ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી સમિટિનો રિપોર્ટ સાર્વજનિક નહિ કરવામાં આવે. આ કમિટીમાં બે મહિલા ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ઈન્દુ મલ્હોત્રા અને ન્યાયમૂર્તિ ઈન્દિરા બેનરજી પણ સામેલ હતી. સીજેઆઈ પર આરોપ લગાવનાર મહિલાએ 30 એપ્રિલે તપાસથી ખુદને અલગ કરી લીધી હતી. મહિલાએ કહ્યું હતું કે કમિટીનો માહોલ ડરામણો છે. તેમણે પોતાના વકીલને લઈ જવાની મંજૂરી ન આપવામાં આવતાં પણ વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ સીજેઆઈ રંજન ગોગોઈ પણ એક મેના રોજ સમિતિ સમક્ષ હાજર થયા હતા. તેમણે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.

સીજેઆઈને ક્લીન ચિટ આપનાર સમિતિએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના પૂર્વ કર્મચારીની 19 એપ્રિલ 2019ના રોજ ફરિયાદમાં લગાવેલ આરોપોના કોઈ આધાર મળ્યા નથી. ઈન્દિરા જય સિંહ વર્સિસ સુપ્રીમ કોર્ટ અને અન્ય મામલામાં આ વ્યવસ્થા આપવામાં આવી હતી કે આંતરિક પ્રક્રિયાના રૂપમાં ગઠિત સમિતિનો રિપોર્ટ સાર્વજનિક નહી કરવામાં આવે. આંતરિક પ્રક્રિયા મુજબ જ બીજા વરિષ્ઠતમ ન્યાયાધીશે આ રિપોર્ટનો સ્વીકાર કર્યો અને તેની એક કોપી સંબંધિત ન્યાયાધીશ, પ્રધાન ન્યાયાધીશને પણ મોકલવામાં આવી.

જ્યારે ભાષા મુજબ એક સરકારી સૂત્રએ જણાવ્યું કે ન્યાયમૂર્તિ એનવી રમણ ન્યાયમૂર્તિ બોબડે બાદ વરિષ્ઠતમ ન્યાયાધીશ હતા પરંતુ રિપોર્ટ તેમને સોંપવામાં આવી નહોતી, કેમ કે શરૂઆતમાં જ તેઓ પણ આ સમિતિના સભ્ય હતા પરંતુ બાદમાં ફરિયાદી મહિલાના કેટલાક વાંધાના કારણે તેઓ અલગ થઈ ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે આંતરિક સમિતિનો રિપોર્ટ ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાને સોંપવામાં આવ્યો કેમ કે તેઓ આ રિપોર્ટને પ્રાપ્ત કરવા માટે સક્ષમ હતા.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એસએ બોબડેની અધ્યક્ષતામાં 23 એપ્રિલ 2019ના રોજ આંતરિક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ન્યાયમૂર્તિ રમણ હટી ગયા બાદ સમિતિમાં ન્યાયમૂર્તિ ઈન્દિરા બેનરજીને સામેલ કરવામાં આવ્યાં હતાં. મુખ્ય ન્યાયાધીશે યૌન ઉત્પીડનના આરોપોને અવિશ્વસનીય ગણાવતા અધવચ્ચે જ સુનાવણીથી અલગ થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે આની પાછળ એક મોટું ષડયંત્ર છે અને તેઓ આ આરોપોનું ખંડન કરવા માટે આટલા નીચે નહિ ઉતરે. ન્યાયમૂર્તિ બોબડેએ આ મામલે 23 એપ્રિલે પીટીઆઈ સાથે વાતચીતમાં કહ્યું હતું, આ એક આંતરિક પ્રક્રિયા હશે, જેમાં પક્ષો તરફથી વકીલોની દલીલો પર વિચાર નહિ કરવામાં આવે. આ કોઈ ઔપચારિક ન્યાયિક કાર્યવાહી નથી.

યૌન શોષણ મામલામાં CJIને ક્લીન ચિટ મળતા મહિલા કોપાયમાન, લગાવ્યા ગંભીર આરોપ

જ્યારે આરોપ લગનાવનાર મહિલાએ સીજેઆઈને ક્લીન ચિટ આપવા પર કહ્યું કે તે ખુબ નિરાશ અને હતાશ છે. તેમણે કહ્યું કે ભારતની એક મહિલા નાગરિક તરીકે તેમની સાથે ઘોર અન્યાય થયો છે. તેમનો સૌથી મોટો ડર સાચો થયો અને દેશની સર્વોચ્ચ અદાલતથી ન્યાયની ઉમ્મીદ પૂરી રીતે ખતમ થઈ ગઈ છે. મહિલાએ નિવેદન જાહેર કરી કહ્યું કે તે પોતાના વકીલથી પરામર્શ કરી આગળના પગલાં વિશે ફેસલો લેશે.

English summary
move to not make report public is a scandal, indira saising on ranjan gogoi sexual harassment case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more