For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૌન શોષણ મામલામાં CJIને ક્લીન ચિટ મળતા મહિલા કોપાયમાન, લગાવ્યા ગંભીર આરોપ

યૌન શોષણ મામલામાં CJIને ક્લીન ચિટ મળતા મહિલા કોપાયમાન, લગાવ્યા ગંભીર આરોપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીના યૌન ઉત્પીડન મામલામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને ક્લીન ચિટ મળી ગઈ છે. મામલાની તપાસ કરી રહેલ ત્રણ જજોની પેનલે જસ્ટિસ ગોગોઈ પર લાગેલ આરોપો ખોટા હોવાનું જાણ્યું. જ્યારે સીજેઆઈ રંજન ગોગોઈને ક્લીન ચિટ આપવામાં આવ્યા બાદ આરોપ લગાવનાર મહિલાની પણ પ્રતિક્રિયા આવી છે. આંતરિક તપાસ સમિતી તરફથી ક્લીન ચિટ આપવામાં આવ્યા બાદ ફરિયાદી મહિલાનું નિવેદન સામે આવ્યું છે.

મહિલાએ કહ્યું- ઘોર અન્યાય થયો

મહિલાએ કહ્યું- ઘોર અન્યાય થયો

ફરિયાદીએ કહ્યું કે તેની સૌથી ખરાબ આશંકા ખરી ઠરી અને ન્યાયની તેની બધી જ ઉમ્મીદો ચકનાચૂર થઈ ગઈ છે. મહિલાની આ પ્રતિક્રિયા ત્યારે સામે આવી જ્યારે ત્રણ જજોની આંતરિક તપાસ કમિટીએ સીજેઆઈ ઉપર લાગેલ આરોપોને નિરાધાર ગણાવી દીધા. યૌન ઉત્પીડનનો આરોપ લગાવનાર મહિલાનું કહેવું છે કે તેની સાથે ઘોર અન્યાય થયો છે.

બધા જ તથ્યો બાદ ફરિયાદ રદ્દ કરવામાં આવી

બધા જ તથ્યો બાદ ફરિયાદ રદ્દ કરવામાં આવી

સુપ્રીમ કોર્ટના પૂર્વ કર્મચારી મહિલાએ એમ પણ કહ્યું કે આ જાણીને તેઓ બહુ નિરાશ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ઈન-હાઉસ સમિતિએ સીજેઆઈ રંજન ગોગોઈ વિરુદ્ધ યૌન ઉત્પીડનની ફરિયાદમાં કંઈ ન મેળવ્યું, બલકે તેની સાથે ઘોર અન્યાય પણ થયો છે. મહિલાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, હું બહુ ડરી ગઈ છું, કેમ કે ઈન-હાઉસ કમિટીએ તેમની સામે તમામ તથ્યોને રાખ્યા છતાં કોઈ ન્યાય કે સુરક્ષા આપવામાં આવી નથી. કમિટીએ મારી ખોટી રીતે બરતરફ કરી દીધી, તિરસ્કાર કર્યો અને મારા પરિવારનું અપમાન થયું, તેના વિશે કંઈપણ ન કહ્યું. હવે મારો પરિવાર ખતરામાં છે.

પેનલે CJIને આપી ક્લીન ચિટ

પેનલે CJIને આપી ક્લીન ચિટ

જણાવી દઈએ કે મહિલાના આરોપ બાદ સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની આ ઈન-હાઉસ પેનલને મામલાની તપાસ માટે રચવામાં આવી હતી. પેનલે પોતાની તપાસમાં ચીફ જસ્ટિસ પર લાગેલ આરોપોને ખોટા જણાતાં તેમને ક્લીન ચિટ આપી દીધી હતી. મામલાની તપાસ કરી રહેલ જસ્ટિસ એસએ બોબડે, ઈન્દિરા બેનરજી અને ઈંદુ મલ્હોત્રાની પેનલે પોતનો રિપોર્ટ જમા કરાવી દીધો છે. આ રિપોર્ટ સીજેઆઈને સોંપી દેવામાં આવ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટના નિયમોનો હવાલો આપતાં આ રિપોર્ટ જાહેર કરવામાં ન આવ્યો.

યૌન શોષણ કેસમાં સીજેઆઈ રંજન ગોગોઈને ક્લીન ચિટયૌન શોષણ કેસમાં સીજેઆઈ રંજન ગોગોઈને ક્લીન ચિટ

English summary
cji ranjan gogoi harassment case: complainant reacts on clean chit by in-house committee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X