MP Election: કમલનાથના પુત્ર નકુલનાથને ભાજપ કાર્યકર્તાઓએ પોલિંગ બુથની અંદર જતા અટકાવ્યા
MP Election: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથને બરારીપુરા સ્થિત મતદાન કેન્દ્રમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે. છિંદવાડામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ નકુલ નાથને મતદાન મથકમાં પ્રવેશતા અટકાવ્યા હતા. તમને જણાવી દઈએ કે નકુલ નાથ કોંગ્રેસના સાંસદ પણ છે.
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. રાજ્યની તમામ 230 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. અહીં કડક સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. કમલનાથ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવારે મતદાન મથકે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

ભાજપના કાર્યકરોનુ કહેવુ હતુ કે તમે મતદાન મથકની અંદર નહિ જઈ શકો. આ ચૂંટણી છે, માત્ર ઉમેદવારો અથવા પોલિંગ એજન્ટો જ બૂથની અંદર જઈ શકશે. આ સિવાય કોઈ નહિ જઈ શકે. જો કે, નકુલનાથના સમર્થકો કહી રહ્યા હતા કે તેઓ એકલા આવ્યા છે, તેમને અંદર જવા દો, તેઓ કોઈપણ પ્રકારની ભીડ સાથે આવ્યા નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા વિજય પાંડેએ પાર્ટીના સમર્થકો સાથે નકુલ નાથને મતદાન મથકમાં પ્રવેશતા અટકાવ્યા હતા. બંને પક્ષો વચ્ચે લાંબા સમય સુધી હંગામો ચાલતો રહ્યો, જેના પછી આખરે નકુલનાથે પાછા જવું પડ્યું.
વાસ્તવમાં નકુલ નાથ રાજપાલ ચોક સ્થિત મતદાન કેન્દ્રની તપાસ કરવા આવ્યા હતા, પરંતુ બીજેપી કાર્યકર્તાઓએ તેમને બહાર રોક્યા. તમને જણાવી દઈએ કે નકુલ નાથના પિતા કમલનાથ છિંદવાડાથી કોંગ્રેસના ઉમેદવાર છે. તેમની સામે ભાજપના વિવેક સાહુ મેદાનમાં છે.
#WATCH | Congress MP Nakul Nath, who is also the son of former Madhya Pradesh CM Kamal Nath was allegedly stopped from entering a polling booth in Bararipura, Chhindwara by BJP workers. pic.twitter.com/SwS4RClW7D
— ANI (@ANI) November 17, 2023












Click it and Unblock the Notifications
