For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે દિગ્વિજય સિંહની બોલતી બંધ થશે, સીબીઆઇ તપાસ કરશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

digvijay-singh
ઇન્દોર, 19 ઑક્ટોબર: અતિશયોક્તિ અને વાહિયાત નિવેદનો માટે જાણીતા કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહની હવે બોલતી બંધ શકે છે કારણ કે તેમના વિરૂદ્ધ સીબીઆઇ તપાસ શરૂ થશે. ગુરૂવારે મધ્યપ્રદેશ હાઇકોર્ટે રાજ્યના પહેલાં શોપિંગ મોલના બાંધકામની તપાસ શરૂ કરવાના આદેશ આપી દિધાં છે જેમાં તેઓ આ મુદ્દે આરોપી છે. તમને જણાવી આપી દઇએ કે આ બાંધકામના કામકાજમાં 6 લોકો પર આરોપ છે જેમાં દિગ્વિજય સિંહનું નામ પણ છે.

ઇઓડબ્લ્યૂ પાસેથી તેમને ક્લીનચીટ મળી ગઇ છે. ફરિયાદીના વકિલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ન્યાયમૂર્તિ પી કે જયસ્વાલ અને ન્યાયમૂર્તિ મૂળચંદ ગર્ગે 49 પાનાના આદેશમાં સીબીઆઇને આદેશ આપ્યો છે કે તે 6 મહીનામાં આ કેસની તપાસ પુરી કરે અને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરે.

ત્યારબાદ પ્રતિક્રિયાનો દોર શરૂ થઇ ગયો છે કે વિપક્ષે સીધી રીતે દિગ્વિજય સિંહને કહ્યું છે કે અબ આયેગા ઉંટ પહાડ કે નીચે. ઉલ્લેખનીય છે કે શોપિંગ મોલના નિર્માણમાં કરોડો રૂપિયાના ગોટાળાની વાત સામે આવી છે.

English summary
MP High Court orders a Central Bureau of Investigation (CBI) probe against Congress general secretary Digvijay Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X