હૈદરાબાદ ડૉક્ટર હત્યાઃ રાજ્યસભામાં જ્યા બચ્ચન બોલ્યાઃ રેપના દોષિતોને જનતા વચ્ચે સજા આપો

તેલંગાનાના હૈદરાબાદમાં બનેલી ઘટનાથી દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. એવામાં અભિનેત્રીમાંથી નેતા બનેલ જયા બચ્ચનનુ પણ નિવેદન આવ્યુ છે.

તેલંગાનાના હૈદરાબાદમાં બનેલી ઘટનાથી દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. મહિલાઓ પોતાની સુરક્ષા માટે પહેલેથી જ વધુ ભયભીત છે. હવે એવામાં અભિનેત્રીમાંથી નેતા બનેલ જયા બચ્ચનનુ પણ નિવેદન આવ્યુ છે. રાજ્યસભા સાંસદ જયા બચ્ચને આ કેસમાં રાજ્યસભામાં ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સરકાર પાસે જવાબ માંગવા કહ્યુ છે.

સરકાર યોગ્ય જવાબ આપે

સરકાર યોગ્ય જવાબ આપે

જયા બચ્ચને કહ્યુ, ‘મને લાગે છે કે હવે સમય આવી ગયો છે જ્યારે લોકો ઈચ્છે છે કે સરકાર યોગ્ય જવાબ આપે.'

સાર્વજનિક રીતે લિંચિંગ થવી જોઈએ

જયા બચ્ચને કહ્યુ કે, ‘આવુ કામ કરનારા લોકોની સાર્વજનક રીતે લિંચિંગ હોવી થવી જોઈએ. સાથે જ જે પોલિસકર્મીઓએ બેજવાબદારી વર્તી છે તેમના નામ પણ સાર્વજનિક થવી જોઈએ.'

‘દેશ મહિલા અને બાળકો માટે સુરક્ષિત નથી'

‘દેશ મહિલા અને બાળકો માટે સુરક્ષિત નથી'

વળી, એઆઈએડીએમકેના સાંસદ વિદિલા સત્યનાથને કહ્યુ, દેશ મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત નથી. 31 ડિસેમ્બર પહેલા આ ચારે આરોપીઓને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. એક ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવી જોઈએ. ન્યાયમાં વિલંબ ન્યાયથી વંચિત કરે છે.

શું છે કેસ?

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં એક હાઈવે બ્રિજની નીચે મહિલા ડૉક્ટરની બળી ગયેલી લાશ મળી હતી. પીડિતાના પરિવારજનોનુ કહેવુ છે કે તેનુ સ્કૂટી રસ્તામાં ખરાબ થઈ ગયુ હતુ અને અમુક લોકોએ તેને મદદની ઑફર આપી. તેના આગલા દિવસે એટલે કે ફોન કર્યાના લગભગ 9 કલાક બાદ બળી ગયેલી લાશ મળી આવી. ગુનાં શામેલ ચારે ગુનેગારોની ધરપકડ કરી લેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X