Mukhtar Ansari PM Report: માફિયા મુખ્તાર અંસારીનુ કેવી રીતે થયુ મોત? પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
Mukhtar Ansari PM Report: ગેંગસ્ટર મુખ્તાર અંસારીની ખરાબ તબિયતના કારણે બાંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બાંદા જેલ પ્રશાસન પર આંગળીઓ ઉઠાવવામાં આવી રહી હતી, પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને ઓટોપ્સી રિપોર્ટ આવ્યા બાદ આ તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે મોતનો ખુલાસો થયો હતો. માફિયા મુખ્તાર અંસારીના મૃતદેહના પોસ્ટમોર્ટમ દરમિયાન રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજ કેમ્પસમાં સ્થિત પોસ્ટમોર્ટમ હાઉસની બહાર પાર્ક કરાયેલા વાહનોનો કાફલો પોસ્ટમૉર્ટમ બાદ રવાના થયો હતો. આ કાફલો હવે ગાઝીપુર પહોંચી ગયો છે.

બીજી તરફ, મુખ્તાર અંસારીના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. પોસ્ટમોર્ટમ હાઉસમાંથી બહાર આવેલા ડૉકટરોએ જણાવ્યું કે એક પીજીઆઈ લખનઉ, ત્રણ બાંદા જિલ્લા હોસ્પિટલ અને એક મેડિકલ કોલેજના ડોકટરો સહિત પાંચ સભ્યોની ટીમ પોસ્ટમોર્ટમમાં સામેલ હતી.
જેલમાં માફિયા મુખ્તારે પોતાના જીવને જોખમ હોવાની વાત કહી હતી. મૃત્યુ પહેલા માફિયા મુખ્તાર અંસારીએ કોર્ટમાં વર્ચ્યુઅલ હાજરી દરમિયાન પોતાને ધીમુ ઝેર પીવડાવવાની ફરિયાદ કરી હતી. જેલ સુપ્રિટેન્ડેન્ટે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભગવાન દાસ ગુપ્તાને તેમના આરોપોની તપાસ કરાવવા માટે પત્ર લખ્યો હતો. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ MP-MLA કોર્ટ ગરિમા સિંહને કેસની તપાસ સોંપવામાં આવી છે. કોર્ટે તેમની પાસેથી એક મહિનામાં રિપોર્ટ માંગ્યો છે.
પોસ્ટમોર્ટમ કર્યા પછી, શુક્રવારે સાંજે 4:45 વાગ્યે, મુખ્તાર અન્સારીના મૃતદેહને એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યો હતો અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બાંદા મેડિકલ કોલેજથી ગાઝીપુર મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન સુરક્ષા માટે વિવિધ સ્થળોએ પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. બાંદાથી કૌશાંબી, પ્રયાગરાજ, ભદોહી અને વારાણસી રિંગ રોડ થઈને લગભગ 26 વાહનોનો કાફલો મુખ્તારના મૃતદેહને લઈને રાતે 1.15 વાગ્યે ગાઝીપુર પહોંચ્યો હતો. રાત્રે મૃતદેહમો ડેડબોડી ફ્રીઝર બૉક્સમાં રાખવામાં આવી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે સવારે 10 વાગે જનાજાની નમાત્ર પઢવામાં આવશે. ત્યારબાદ મુખ્તાર અંસારીના ઘરથી લગભગ 400 મીટર દૂર આવેલા કાલી બાગ કબ્રસ્તાનમાં મુખ્તાર અંસારીને દફનાવવામાં આવશે. મુખ્તાર અંસારીના ઘરથી લઈને કબ્રસ્તાન સુધી મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત છે. રાત્રે મુખ્તારના ચાહકોની મોટી ભીડ ગાઝીપુર સ્થિત મુખ્તાર અંસારીના ઘરે પહોંચી ગઈ હતી.












Click it and Unblock the Notifications
