Mukhtar Ansari Networth: મુખ્તાર અંસારીનુ નિધન, જાણો કેટલી સંપત્તિના હતા માલિક?
Mukhtar Ansari Networth: યુપીની મઉ વિધાનસભા બેઠકના 5 વખતના ધારાસભ્ય મુખ્તાર અંસારીનુ ગુરુવાર, 28 માર્ચ, 2024ના રોજ અવસાન થયું હતું. ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની હાલત જેલની બેરેકમાં અચાનક બગડતાં જેલ પ્રશાસને તેમને રાની દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કર્યા હતા, જ્યાં ગંભીર હાલતને કારણે મુખ્તાર અંસારીની અવસાન થયું હતું.
પાંચ વર્ષ સુધી ધારાસભ્ય રહેલા મુખ્તાર અંસારી પર અનેક ગુનાહિત કેસ નોંધાયેલા હતા. જેના કારણે તે જેલમાં હતો. ચાલો જાણીએ કે મુખ્તાર અંસારી પાસે કેટલી સંપત્તિ હતી અને તે પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા છે!

મુખ્તાર અંસારી યુપીના યુસુફપુરનો રહેવાસી હતો. મુખ્તાર અંસારીએ ચૂંટણી માટે આપેલા સોગંદનામા મુજબ, તેની પાસે કુલ 21.88 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હતી. આ સિવાય તેના પર 6.91 કરોડ રૂપિયાની લોન હતી. મુખ્તાર અંસારીની 2015-16માં કુલ આવક 17.75 લાખ રૂપિયા હતી. જ્યારે તેની પત્નીની આવક 10.43 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. આ સિવાય તેના બે આશ્રિતોની આવક 2.75 લાખ અને 3.83 લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ સિવાય તેની પાસે 127 કરોડ રૂપિયાની બે ડઝનથી વધુ બેનામી પ્રોપર્ટી હતી. આનો ખુલાસો થયા બાદ આવકવેરા વિભાગે તેને જપ્ત કરી હતી. અત્યાર સુધીમાં મુખ્તાર અંસારીની કુલ 317 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી ગેંગસ્ટર એક્ટની કલમ 14(1) હેઠળ કરવામાં આવી હતી. આ ઉપરાંત રૂ. 287 કરોડથી વધુની ગેરકાયદેસર મિલકત તોડીને કબજામાંથી મુક્ત કરાવવામાં આવી હતી.
17 વર્ષથી વધુ સમયથી જેલમાં રહેલા મુખ્તાર અંસારી ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. તેમના દાદા ડૉ. મુખ્તાર અહેમદ અંસારી સ્વતંત્રતા સેનાની હતા. તેમણે ગાંધીજી સાથે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. તેઓ 1926-27માં કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા હતા. ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી મુખ્તાર અંસારીના કાકા હતા. મુખ્તાર અંસારી પોતે 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેના બે ભાઈઓમાં એક ભાઈ અફઝલ અંસારી હાલમાં ગાઝીપુરથી સાંસદ છે.












Click it and Unblock the Notifications
