મુલાયમ સિંહે સાયનાને SPમાં જોડાવવા માટે આપ્યુ આમંત્રણ

શનિવારે મગલાયતન યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારંભમાં ડૉક્ટરની ઉપાધિ મેળવા પહોંચેલી સાઇના નેહવાલને ટાંકતા મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે રમત ગમતના ખેલાડીઓ પોતાનો જાદૂ પાથરી શકે છે તેમની વિશેષતા એ છે કે તે સક્રિય રાજકારણ સહિત વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવામાં મદદ કરી શકે છે. મુલાયમ સિંહ યાદવે આ અવસરે પોતાના ભૂતકાળના દિવસોને યાદ કર્યા હતા તે એક પહેલવાન તરીકે જાણીતા હતા. મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે તે ખેલ ભાવનાને સારી રીતે સમજે છે.
આ અવસર પર સાઇના નહેવાલ સિવાય લંડન ઓલંમ્પિકમાં મેડલ જીતનાર પહેલવાન સુશીલ કુમાર, યોગેશ્વર દત્ત, વિજય કુમાર અને ગગન નારંગ અને મેરી કોમને પણ ડૉક્ટરની પદવી આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
