મુંબઈ ACB કોર્ટનો મોટો આદેશ, SEBI પૂર્વ અધ્યક્ષ માધબી પુરી બુચ સામે FIR નોંધાશે
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) કોર્ટે SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) ની પૂર્વ ચેરપર્સન માધબી પુરી બુચ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે.
આ કેસ એક કંપનીની કથિત કપટપૂર્ણ લિસ્ટિંગ સંબંધિત છે, જેમાં કાયદાનો ઉલ્લંઘન થયો હોવાનો આરોપ છે. વર્લી સ્થિત ACB યુનિટને IPC, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, SEBI એક્ટ અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ કેસ નોંધવા આદેશ કર્યો છે.

આ કેસમાં ફરિયાદીએ SEBIના વરિષ્ઠ અધિકારીઓ પર ફરજમાં બેદરકારી અને બજાર હેરાફેરીને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો છે. SEBI દ્વારા એક અયોગ્ય કંપનીને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરવાની મંજૂરી અપાઈ, જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું.
આ લોકો સામે FIR નોંધવા આદેશ
- માધબી પુરી બુચ (SEBIની ભૂતપૂર્વ અધ્યક્ષ)
- અશ્વિની ભાટિયા (SEBIના સંપૂર્ણ સમયના સભ્ય)
- અનંત નારાયણ જી (SEBIના સંપૂર્ણ સમયના સભ્ય)
- કમલેશ ચંદ્ર વાર્શ્નેય (SEBIના વરિષ્ઠ અધિકારી)
- પ્રમોદ અગ્રવાલ (બોમ્બે સ્ટોક એક્સચેન્જના અધ્યક્ષ)
- સુંદરરામન રામામૂર્તિ (BSEના CEO)
કોર્ટના આદેશ મુજબ, ACBએ 30 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવાનો રહેશે. જણાવી દઈએ કે માધવી પુરી બુચ સામેનો આ પહેલો વિવાદ નથી. આ પહેલા પણ તે મોટા વિવાદોમાં આવી છે.
માધવી પુરી બુચ સાથે જોડાયેલા મોટા વિવાદ
ઑગસ્ટ 2024માં હિંડનબર્ગ રિસર્ચે SEBIના માધબી પુરી બુચ અને તેમના પતિની અદાણી જૂથ સાથે સંકળાયેલ વિદેશી કંપનીઓમાં હિસ્સેદારી હોવાનો દાવો કર્યો હતો.
સપ્ટેમ્બર 2024 SEBIના 1,000થી વધુ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરીને SEBI હેડક્વાર્ટર બહાર માધબી પુરી બુચના રાજીનામાની માંગ કરી હતી. SEBIના કર્મચારીઓએ આરોપ લગાવ્યો કે સંસ્થાના કામકાજમાં ઝેરી વાતાવરણ છે.
હવે ACBના તપાસ રિપોર્ટ બાદ નક્કી થશે કે આરોપોમાં કેટલું સત્ય છે અને SEBIના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી થાય છે કે નહીં.












Click it and Unblock the Notifications
