For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત પર આતંકવાદનો ખતરો, હાફિજ સઇદે આતંકવાદીઓ સાથે કરી મુલાકાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 4 જાન્યુઆરી: ભારત આતંકના ઓથાર હેઠળ છે અને આતંકવાદની કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ વાતની પુષ્ટિ તેનાથી પણ થાય છે કે મુંબઇ હુમલા માસ્ટર માઇંડ અને ખૂંખાર આતંકવાદી હાફિજ સઇદે શનિવારે રાત્રે પાકિસ્તાનના કબજામાં કાશ્મીર એટલે કે પીઓકેમાં સુકલામ પોસ્ટ પર તે આતંકવાદીઓ સાથે મુલાકાત કરી જે ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે.

સૂત્રોના હવાલે મળતી માહિતી અનુસાર હાફિજ સઇદ આઠમાંથી દસ ગાડીઓના કાફલાની સાથે પીઓકેની સુકલામ પોસ્ટ પર પહોંચ્યો હતો. ઘટના શનિવારે રાત્રે લગભગ 7 વાગ્યાની છે, જ્યાં હાફિજ સઇદે લગભગ બે કલાક સુધી તે આતંકવાદી સાથે મુલાકાત કરી છે. એટલું જ નહી તેની સાથે એ પણ જોવા મળ્યું કે ત્યાં હાફિજ સઇદના સમર્થનમાં નારા પણ લગાવવામાં આવ્યા.

hafiz-saeed

આઠથી દસ ગાડીઓમાં લગભગ 40 થી 50 લોકો સવાર હતા. આ બધા લોકો હથિયારોથી સજ્જ હતા. હાફિજ સઇદે ત્યાં પર પાકિસ્તાન રેંજર્સના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી. અત્રે ઉલ્લેખનીય છે કે હાફિજ સઇદ આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તોઇબાના ચીફ છે. તે મુંબઇના 26/11 હુમલાનો માસ્ટર માઇન્ડ છે. આ મામલે તેના પર કેસ ચાલે છે, પરંતુ તે ખુલ્લેઆમ ફરે છે.

English summary
Master mind of Mumbai terror attack (26/11) Hafiz Saeed seen near the LOC in POK on Saturday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X