Weather Update: મુંબઈ-દિલ્લીમાં 62 વર્ષ પછી એક સાથે આવ્યુ ચોમાસુ

Delhi Mumbai Monsoon: દિલ્હીમાં શનિવારે મોડી રાતે ચોમાસાએ એન્ટ્રી મારી હતી. આ સાથે શનિવારે મોડી રાતથી રવિવાર બપોર સુધી ભારે વરસાદ પડ્યો હતો. વળી, મુંબઈમાં પણ ચોમાસાના આગમનને કારણે ભારે વરસાદ થયો હતો.

આ દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે દિલ્હી અને મુંબઈમાં વર્ષો પછી એક સાથે ચોમાસાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સંયોગ 62 વર્ષ પછી બન્યો છે.

rain

હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે બે દિવસ પહેલા જ રાષ્ટ્રીય રાજધાનીમાં ચોમાસાએ દસ્તક આપી છે. બીજી તરફ મુંબઈમાં ચોમાસું બે સપ્તાહ મોડું પહોંચ્યું છે. હવામાન વિભાગના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે 21 જૂન, 1961 પછી આ પ્રથમ વખત છે કે ચોમાસું દિલ્હી અને મુંબઈમાં એક જ સમયે પહોંચ્યું છે.

દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સફદરજંગ વેધશાળાએ કહ્યું કે તેણે 24 કલાકમાં 48.3 મીમી વરસાદ નોંધ્યો છે. IMD અનુસાર, ધનસા વેધર સ્ટેશનમાં લગભગ 80 મીમી, જાફરપુર અને લોદી રોડ પર લગભગ 60 મીમી, આયાનગર અને મુંગેશપુરમાં લગભગ 50 મીમી અને એસપીએસ મયુર વિહારમાં 40 મીમી વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના ભાગો, ઉત્તરાખંડના બાકીના ભાગો અને હિમાચલ પ્રદેશના મોટાભાગના ભાગો અને મહારાષ્ટ્રના બાકીના ભાગો સહિત થોડા વધુ ભાગોને આવરી લીધા છે.

મુંબઈવાસીઓ ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શનિવારે આખરે રાહનો અંત આવ્યો હતો. ચોમાસાની શરૂઆત થતા જ ભારે વરસાદ થયો છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદના લીધે જનજીવન ખોરવાયુ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી સમસ્યા વધી છે. અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. કુલ્લુમાં વાદળ ફાટવાના સમાચાર છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં અનેક મકાનો જોખમમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X